Dagri Cow: કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર, નવી દિલ્હી ખાતે તાજેતરમાં જ પશુઓની જાતિ નોંધણી માટે પ્રમાણપત્ર એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પંજીકરણ કરવામાં આવેલી ગાયની નવી પ્રજાતિ “ડગરી” માટે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયાને રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો(NBAGR)-કરનાલ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.


નવી ઓલાદને માન્યતા મળવાથી હવે તેની જાળવણી કરવી ખૂબ જ જરૂરી: રાઘવજી પટેલ


ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાતા રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે યુનિવર્સિટીના કુલપતિ, અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને કર્મચારીઓની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, ગાયની નવી ઓલાદને માન્યતા મળવાથી હવે તેની જાળવણી કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. આ માટે નવું ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ધણ (નર અને માદા પશુઓ) ઊભું કરીને તેમાંથી ગાયો તેમજ સાંઢને કૃત્રિમ વીર્યદાન અથવા કુદરતી રીતે સંવર્ધનમાં ઉપયોગ કરી શકાય. જેથી ભવિષ્યમાં ડગરી ગાયની ઓલાદમાં સુધારો થવાથી દૂધ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો થઈ શકે અને સારી ગુણવત્તાવાળા બળદો તેમજ સાંઢ પણ મળી શકે. તેમણે ઉમેર્યું હતું કે, ખાસ કરીને આ ઓલાદ ધરાવતા વિસ્તારમાં બીજી ઓલાદના સાંઢ સાથે સંવર્ધન અથવા કૃત્રિમ વીર્યદાન ન કરવામાં આવે તેવી વ્યવસ્થા ભવિષ્યમાં સત્વરે ગોઠવવી ખાસ જરૂરી બની જાય છે. જેથી ગાયની નવી “ડગરી” ઓલાદની જાળવણી તેની જનીનીક શુધ્ધતા જળવાઈ રહે.




આ સમારોહમાં દેશના 17 રાજ્યોમાંથી વર્ષ 2020, 2021 અને 2022માં નોંધાયેલ નવી પશુધન જાતિના અરજદારોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. જેમાં ગાયની 10, ભેંસની 4, બકરીની 3, ભૂંડની 5 તેમજ ઘેટાં, ગધેડા અને બતકની એક-એક ઓલાદનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


ગાયના છાણના ફાયદા









ગૌમૂત્ર દવાનું કામ કરે છે


નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં ગૌમૂત્રનો ઉપયોગ દવા તરીકે થાય છે. તે પેટ માટે ઉપયોગી છે. સાથે જ તે વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરવાનું પણ કામ કરે છે. નિષ્ણાતની સલાહથી ગૌમૂત્રનું સેવન કેન્સર, ડાયાબિટીસ અને અન્ય રોગોમાં પણ અસરકારક છે.