Goat Farming Loan: ખેડૂતોમાં બકરી પાલનનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. જેની પાછળનું સૌથી મોટું કારણ ઓછો ખર્ચ છે. સરકાર પર તેને પ્રોત્સાહન આપવા પોતાના સ્તરે તમામ પ્રકારના પ્રયાસ કરે છે. આ ઉપરાંત બેંક દ્વારા પણ બકરી પાલન કરતાં ખેડૂતોને ખાસ લોન આપવામાં આવે છે.
મોટાભાગના પશુપાલકો બકરીનું પાલન દૂધ ઉત્પાદન માટે કરે છે. જોકે બજારમાં બકરાના માંસની પણ માંગ રહે થછે. પશુપાલન બકરી પાલનથી બમણો નફો કમાઈ શકે છે અને તેમાં ખર્ચ પણ ઓછો આવે છે.
બકરી પાલન વ્યવસાય માટે મળે છે સબ્સિડી
બકરી પાલન વ્યવસાય માટે સરકાર તરફથી સબ્સિડી પણ આપવામાં આવે છે. આ વ્યવસાય માટે 90 ટકા સુધી લોન મળે છે. બકરી પાલન માટે બે રીતે લોન મળી શકે છે. બિઝનેસ લોન ઓપરેશન દ્વારા વર્કિંગ કેપિટલ લોન અને બીજી બકરી હોલ્ડિંગ્સ. જેમાં 50 હજારથી લઈ 10 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આ ઉપરાંત બેંકો તરફથી બકરી પાલન વ્યવસાય માટે 26 લાખ સુધીની લોન મળી શકે છે. આ માટે પશુપાલકોએ તેમની નજીકની બેંકનો સંપર્ક કરવો પડે છે.
ખેડૂતો બકરી પાલન માટે મુદ્રા યોજના અંતર્ગત લોન લઈ શકે છે. જેમાં બેંકોની મદદથી કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા વ્યક્તિઓ અને વ્યવસાયિકોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ છે.
પીએમ કિસાન યોજનામાં આ રીતે કરો KYC
- PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર ક્લિક કરો.
- અહીં તમે આ પોર્ટલના Home Page પર ક્લિક કરો.
- અહીં તમારી સામે એક ટેબ ખુલશે જેમાં તમને આધારની માહિતી પૂછવામાં આવશે.
- અહીં આધાર નંબર દાખલ કરો.
- આ પછી તમે Searchદબાવો. અહીં તમારો આધાર લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ ખુલશે.
- નંબર દાખલ કર્યા પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 અંકનો OTP આવશે.
- ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર ફરીથી 6 અંકનો OTP આવશે.
- આ OTP દાખલ કરો.
- તે પછી સબમિટ બટન દબાવો.
- eKYC યોગ્ય રીતે કરવામાં આવે તે પછી, તમને એક સંદેશ મળશે કે ઇ-કેવાયસી યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. બીજી તરફ, જો KYC પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હોય, તો eKYC is already done એવો મેસેજ આવશે.