Agriculture Machinery Loan: ખેડૂતો ખેતીમાં અવનવા પ્રયોગો કરતા રહે છે. ખેડૂતો હવે નવી અને આધુનિક ટેકનોલોજીથી ખેતી કરી રહ્યા છે. આ ખેતી કૃષિ સાધનો વગર કરવી અશક્ય છે. કૃષિ સાધનો આવવાથી ખેતી સરળ થઈ છે. જાકે ટ્રેકટર, હાર્વેસ્ટર જેવી કૃષિ સાધનોની બજારમાં કિંમત ઘણી વધારે છે. તેથી ખેડૂતો ભાડા પર આ સાધનો લાવતાં હોય છે. જેનાથી ખેડૂતોને ખર્ચ વધે છે. પણ સરકાર ખેડૂતોની આ મુશ્કેલી દૂર કરવા તમામ કૃષિ સાધનો પર સબ્સિડી આપી રહી છે.
સરકાર આજકાલ ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વધારવા ભાર આપી રહી છે. તેનો ઉપયોગ કરીને ખેડૂતો ખેતીને સરળ બનાવી શકે છે. આ ખરીદવા માટે ખેડૂતોને કૃષિ મશીનરી શિક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા 100 ટકા ખર્ચ કે 10 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
ટ્રેક્ટર વગર આજકાલ ખેતી કરવા મુશ્કેલ છે. પરંતુ બજારમાં તેની કિંમત ઘણી વધારે છે. જોકે ખેડૂતોની મુશ્કેલી ઓછી કરવા માટે બેંકો દ્વારા લોન પણ આપવામાં આ છે. જો તમે ટ્રેકટર ખરીદવા લોન લેવા માંગતા હો તો નજીકની બેંક શાખામાં જઈને ટ્રેકટર લોનની તમામ જાણકારી મેળવી શકો છો.
ખેડૂતો સરળતાથી કૃષિ સાધનો ખરીદી શકે તે માટે સરકાર સમયાંતરે યોજનાઓ લોન્ચ કરે છે. તેમાંથી એક છે કૃષિ વિકાસ યોજના. જેમાં ખેડૂતો 4 ટકા વાર્ષિક વૃદ્ધિ દર પર યંત્રો ખરીદી શકે છે. આ ઉપરાંત કસ્ટમર હાયરિંગ સેંટર તરફથી પણ ખેડૂતોને કૃષિ યંત્રો પર સબ્સિડી આપવામાં આવે છે.
લવિંગની ખેતી કરીને ખેડૂતો બની શકે છે માલામાલ !
ભારતમાં છેલ્લા થોડા સમયથી ખેડૂતો વચ્ચે જાગૃતિ વધવાના કારણે નવા નવા પાકની ખેતી થવા લાગી છે. સરકાર પર પોતાના સ્તરે ખેડૂતોનો આધુનિક ખેતી કરવા પ્રોત્સાહિત કરતી રહે છે. છેલ્લા થોડા સમયથી ખેડૂતોમાં લવિંગની ખેતી કરવાનું ચલણ વધ્યું છે. લવિંગમાં અનેક પોષ્ટિક તત્વો મળે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ કારણે બજારમાં હંમેશા તેની માંગ રહે છે. આ સ્થિતિમાં ખેડૂતો લવિંગની ખેતી કરીને સારો નફો કમાઈ શકે છે. આ ખેતીની સૌથી મોટી ખાસિયત એ છે કે એક વખત છોડ વાવ્યા બાદ વર્ષો સુધી ઉપજ મળે છે.