Clove Cultivation: ભારતમાં છેલ્લા થોડા સમયથી ખેડૂતો વચ્ચે જાગૃતિ વધવાના કારણે નવા નવા પાકની ખેતી થવા લાગી છે. સરકાર પર પોતાના સ્તરે ખેડૂતોનો આધુનિક ખેતી કરવા પ્રોત્સાહિત કરતી રહે છે. છેલ્લા થોડા સમયથી ખેડૂતોમાં લવિંગની ખેતી કરવાનું ચલણ વધ્યું છે.


શું છે લવિંગની ખેતીની સૌથી મોટી ખાસિયત


લવિંગમાં અનેક પોષ્ટિક તત્વો મળે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ કારણે બજારમાં હંમેશા તેની માંગ રહે છે. આ સ્થિતિમાં ખેડૂતો લવિંગની ખેતી કરીને સારો નફો કમાઈ શકે છે. આ ખેતીની સૌથી મોટી ખાસિયત એ છે કે એક વખત છોડ વાવ્યા બાદ વર્ષો સુધી ઉપજ મળે છે.


કેવી હોવી જોઈએ જમીન અને શું રાખશો ધ્યાનમાં


લવિંગની ખેતી માટે દળદાર માટી ઉત્તમ માનવામાં આવે છે. ખેતી કરતાં પહેલા ખેતર-વાડી યોગ્ય રીતે ખેડી લેવું જોઈએ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. જો પાણીનો નિકાલ નહીં થતો હોય તો નુકસાન થવાની સંભાવના છે. જ્યારે લવિંગનો છોડ 4 થી 5 વર્ષ જૂનો થશે ત્યારે તેમાં ફળ અને ફૂલ આવવાનું શરૂ થશે. લવિંગના છોડને છાંયડાની રૂર રહે છે. તેથી આ ખેતી માટે જ્યાં છોડને પૂરતો છાંયડો મળી રહે તેવા સ્થળની પસંદગી કરો. આ માટે ખેડૂતો શેડનો સહારો પણ લઈ શકે છે.


ભારતમાં લવિંગનું બજાર મોટું છે. અનેક રોગોમાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રસોઈમાં પણ તેનો વપરાશ થાય છે. બજારમાં તેને સરળતાથી વેચી શકાય છે. આ કારણે ખેડૂતો લવિંગની ખેતી કરીને લાખો રૂપિયાનો નફો કમાઈ શકે છે.


 ખેડૂત મિત્રો કૃષિ સાધનો પર આ રીતે સરળતાથી મેળવી શકે છે લોન


ખેડૂતો ખેતીમાં અવનવા પ્રયોગો કરતા રહે છે. ખેડૂતો હવે નવી અને આધુનિક ટેકનોલોજીથી ખેતી કરી રહ્યા છે. આ ખેતી કૃષિ સાધનો વગર કરવી અશક્ય છે. કૃષિ સાધનો આવવાથી ખેતી સરળ થઈ છે. જાકે ટ્રેકટર, હાર્વેસ્ટર જેવી કૃષિ સાધનોની બજારમાં કિંમત ઘણી વધારે છે. તેથી ખેડૂતો ભાડા પર આ સાધનો લાવતાં હોય છે. જેનાથી ખેડૂતોને ખર્ચ વધે છે. પણ સરકાર ખેડૂતોની આ મુશ્કેલી દૂર કરવા તમામ કૃષિ સાધનો પર સબ્સિડી આપી રહી છે.