Dairy Farming : હાલમાં ભારતમાં ડેરીનો ધંધો ઝડપથી ફેલાઈ રહ્યો છે. દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એક મહિનામાં લાખોનો નફો કમાઈ રહ્યા છે. જો કે, આ વ્યવસાય કરવા માટે ટેક્નોલોજી અને જ્ઞાનની પણ જરૂર છે. જો તમે યોગ્ય પ્રાણીઓ સાથે આ વ્યવસાય શરૂ કરશો તો જ તમે નફો કમાઈ શકશો, નહીં તો તમે તેમાં આટલા પૈસા કમાઈ શકશો નહીં. આજે અમે તમને જણાવીશું કે, ગાયની કઈ ત્રણ જાતિઓથી તમે એક મહિનામાં મોટો નફો મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે, હવે ગાયોના ઉછેર માટે સરકાર તરફથી મદદ મળી રહી છે, એટલે કે તમારે આ બિઝનેસ શરૂ કરવા માટે વધારે રોકાણ કરવાની જરૂર નથી.


પહેલા નંબરે છે ગીર ગાય પ્રજાતી 


આ ભારતની સૌથી મોટી દૂધ આપતી ગાય છે. આ જાતિની ગાયોના આંચળ ખૂબ મોટા હોય છે. આ ગાય ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. જો કે, હવે તેને સમગ્ર ભારતમાં ઉછેરવામાં આવે છે. આ ગાય દરરોજ સરેરાશ 12 થી 20 લીટર દૂધ આપે છે. પરંતુ જો તમે આ ગાયની સારી સંભાળ રાખો તો એવુ પણ જોવા મળ્યું છે કે, આ ગાય દરરોજ 50 લીટરની આસપાસ પણ દૂધ આપી શકે છે. તો વિચારો કે જો તમે આવી ત્રણથી ચાર ગાયો રાખો છો, તો તમે એક મહિનામાં માત્ર તેનું દૂધ વેચીને કેટલો નફો મેળવી શકો છો.


બીજા નંબર પર છે લાલ સિંધી ગાય


તેનું નામ જ દર્શાવે છે તેમ આ લાલ સિંધી ગાય સિંધ પ્રદેશમાં જોવા મળે છે. જ્યારે આ ગાયનો રંગ થોડો લાલ હોય છે, તેથી જ આ ગાયને લાલ સિંધી ગાય કહેવામાં આવે છે. હાલમાં આ ગાયને હરિયાણા, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પંજાબમાં પણ મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે. યુપી અને બિહારના કેટલાક ખેડૂતો આ ગાયને ઉછેરવાનું કામ પણ કરી રહ્યા છે. આ ગાય દરરોજ 15 થી 20 લીટર દૂધ આપે છે. જો કે, જો તમે તેની સારી કાળજી લો છો તો તે દરરોજ 40 થી 50 લિટર દૂધ આપી શકે છે.


સાહિવાલની ગાય ત્રીજા નંબરે


ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં સાહિવાલ ગાય વધુ જોવા મળશે. આ ગાય આ રાજ્યોમાં ખેડૂતોમાં સૌથી વધુ લોકપ્રિય છે. આ ગાય દરરોજ સરેરાશ 10 થી 15 લિટર દૂધ આપે છે, પરંતુ જો તમે આ ગાયની સારી રીતે કાળજી લો તો તે તમને દરરોજ 30 થી 40 લિટર દૂધ આપી શકે છે. આ ગાયની સૌથી સારી વાત એ છે કે, તેને ઓછી જગ્યામાં પણ રાખી શકાય છે અને તેની વધારે કાળજી લેવાની જરૂર પણ રહેતી નથી.