World Environment Day: વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન હોલમાં CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી આવી હતી. આ પ્રસંગે ઘણા મહાનુભવો હાજર રહ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવની ગામડામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે.
પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કચરાના વ્યવવસ્થાપનની પહેલ કરવામાં આવી છે. 100 ગામડાઓથી શરૂ થયેલા અભિયાન આજે 848 ગામ સુધી વ્યાપ વધાર્યો છે.. 1,60,000 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને પર્યાવરણ સુરક્ષિત કરવાનો નીર્ધાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પર્યાવરણ દિવસની ઉજવણી લઈને મંત્રી જગદીશ વિશ્વકર્માએ મોટુ નિવેદન આપ્યું છે. ડાંગને પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. 15 લાખ વૃક્ષો પર્યાવરણ દિવસે ઉગાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે, 1972માં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનું શરૂઆત થઈ હતી.
તેમણે કહ્યું કે, પીએમ જ્યારે સીએમ હતા ત્યારે પણ પર્યવરણની ચિંતા કરતા હતા. આપણું પહેલું રાજ્ય હતું જ્યાં સૌ પ્રથમ ક્લાઈમેટ ચેન્જ વિભાગ બનાવ્યો. આપણે કેટલા ગરીબ છીએ એનું ઉદાહરણ આપું, આપણી પાસે માટે પૈસા છે, બાકી ગરીબ કરતા પણ વધારે ગરીબ છીએ. વિશ્વમાં વર્લ્ડ વોટર ડે, સોઈલ ડે, પર્યાવરણ ડે, ફોરેસ્ટ ડે, એનિમલ ડે, યોગા ડે ઉજવાય છે. અનેક લોકો ભૂખ્યા સુવે છે, ઘણા ફૂડનો રોજ વેસ્ટ થાય છે. એક દિવસ એવો રાખીએ કે સાયકલ વાપરીએ. એક દિવસ પેપરનાં વાપરીએ. બાલાજી વેફરના માલિકને કહ્યું છે કે ખાલી પેકેટ પરત આપવા પર કંશેશન આપવામાં આવે, જેથી ખાલી પેકેટ રિયુઝ થઈ શકે.
તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સંબોધન કરતા કહ્યું કે, આજે 50મો વિશ્વ પર્યાવરણ દિવસ છે. હવે એક ટાઈમ આવ્યો છે કે હવે વિચારવું પડે એવું છે. વ્યવસાયીઓ અહીં બેઠા છે, ક્યાંક હું જવાબદાર હોઈશ. આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી પાછા ફરવું પડે એવી જરૂરિયાત ઊભી થઈ છે. મોદીજી આપણી સાથે છે, દીર્ઘદ્રષ્ટા છે, એમની સાથે સહભાગી થવાની જરૂર છે. વેપાર કરતા હોઈએ ત્યારે આપણને કોઈક જગ્યાએથી લાઈન સેટઅપ થયેલી હોય તો એકબીજાની દેખાદેખીમાં ભૂલ કરતા હોઈએ છીએ. બધા સાથે મળીને દૂર કરવી પડશે.
પાણી છોડતા હોઈએ, કચરો ડિસ્પોઝ કરીએ તો પ્રકૃતિને નુકસાન ના થાય એ આપણી જવાબદારી છે. કુદરતના નિયમો તોડીશું તો કેવી રીતે છૂટાશે, એ તમે વધારે જણાતા હશો, એ અઘરું છું. જમીનમાં આજે કેમિકલયુક્ત ખાતર, કેમિકલના છંટકાવ થતા ફળદ્રુપતા ઘટી, જે અનાજ પાકે છે, એ કેટલું નુકસાન કરે છે, બધા જાણે છે. પહેલા 50 વર્ષ બાદ શરીરની તપાસની સલાહ આપતા, હવે 40 વર્ષે જ ડોક્ટર કહી રહ્યા છે. નાની ઉંમરે બ્લડ પ્રેશર, એટેક, ડાયાબિટીસની શરૂઆત થઈ છે. પાકૃતિક ખેતી તરફ જઈશું તો સ્વાસ્થ્ય સુધરશે, અને નવા રોગોથી બહાર આવી શકીશું. ઔધોગિક એકમો માત્ર પૈસા સામે જોશે તો સમસ્યા વધશે, તમને સમસ્યા ના થાય એ જોવાની અમારી જવાબદારી પણ સૌએ સાથે કામ કરવું પડશે.
તમને હેરાનગતિ ઓછી થાય એવો પ્રયત્ન છે, તમને એનો અહેસાસ હશે છતાંય ક્યાંય હેરાનગતિ હોય તો અમારા સુધી તમે પહોંચી જ શકો છો. તમે સહન કરવાનું ઓછું કરો, વેપારી એટલે સરકાર દબાવે એવી નાં હોય. પણ ખોટું કરો તો ડરવું પણ પડે. વેપારી મુશ્કેલીમાં આવે તો વાયબ્રન્ટ કરવું પણ નકામું પડે. LED બલ્બનો વપરાશ કરી 40 મિલિયન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સફળતા મળી છે.
ગલાસ્કોમાં પીએમ એ કહ્યું હતું કે કલાઈમેન્ટ ચેન્જ સામે ભારત લડશે અને સંકલ્પ પણ એમણે દોહરાવ્યો હતો. સોલાર એનર્જીનો જેટલો વપરાશ કરીએ એટલું સારું. ગુજરાત ધાર્મિકતામાં પણ આગળ છે, કથામાં આપણે જોયું છે કે કોઈ ઘક્કો મારે તો ગુસ્સે થતા કેટલી વાર લાગે. પીએમ મોદીની પ્રેરણાથી દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરીશું..