PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાના 19મા હપ્તા માટે ફાર્મર ID બનાવવી ફરજિયાત છે. આ પ્રક્રિયા મફત છે અને ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. આ વિના ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળે. ફાર્મર ID ખેડૂતોને હપ્તા મેળવવાનું સરળ બનાવશે અને તેઓ અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ ઝડપથી મેળવી શકશે.


 પીએમ કિસાન યોજના દેશના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના સાબિત થઈ છે. આ અંતર્ગત હવે વર્ષ 2025ની શરૂઆતમાં 19મા હપ્તાના ₹2000 ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ વખતે એક મહત્વપૂર્ણ ફેરફાર અંતર્ગત ખેડૂતોના જમીનના બાયોડેટાને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ માટે, ફાર્મર આઈડી બનાવવી ફરજિયાત છે, જેનાથી ખેડૂતોને યોજનાનો લાભ મેળવવામાં સરળતા રહેશે.


ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્ય છે. પોર્ટલ પર સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી-ખેડુત નોધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે. 


પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે. જે માટે ખેડુતે https://gjfr.agristack.gov.in પોર્ટલ પર જાતે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવા તલાટી-કમ-મંત્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવાના રહેશે.


ફાર્મર ID દ્વારા, સરકારે સુનિશ્ચિત કર્યું છે કે માત્ર સાચા અને પાત્ર ખેડૂતોને જ યોજનાનો લાભ મળે. આ સાથે, આ પગલું કૃષિ યોજનાઓને પારદર્શક અને સુલભ બનાવવામાં મદદરૂપ થશે.


ફાર્મર ID ના લાભો


દરેક હપ્તાનો લાભ મેળવવો સરળ બનશે.
વારંવાર ચકાસણીની જરૂરિયાત દૂર થશે.
કુદરતી આફતોના કારણે ખેડૂતોને પાકના નુકસાનનું તાત્કાલિક વળતર મળશે.
તમને કૃષિ સંબંધિત સરકારી યોજનાઓનો લાભ સમયસર મળશે.
પાકના લઘુત્તમ ટેકાના ભાવ માટે સ્વયંભૂ નોંધણી થશે.


આ પણ વાંચો...


EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો