Kisan Credit Card: કેન્દ્ર સરકાર ખેડૂતોની મદદ માટે અનેક યોજનાઓ ચલાવે છે. તેમાંથી એક કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) છે. આ કાર્ડ દ્વારા સરકાર ખેડૂતોને થોડા સમય માટે લોન આપે છે. આ યોજના સરકાર દ્વારા વર્ષ 1998 માં શરૂ કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે. આ કાર્ડ નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ખેડૂતોને ગેરંટી વિના 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. આ સિવાય 5 લાખ રૂપિયાની ટૂંકા ગાળાની લોન માત્ર 4 ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે હજુ સુધી કિસાન ક્રેડિટ કાર્ડ નથી બન્યું, તો તેને કરાવી લો, જેથી તમે પણ તેની સુવિધા મેળવી શકો.


કિસાન ક્રેડિટ કાર્ડથી કેવી રીતે મળે છે લોન


ક્રિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા વિવિધ બેંકો ખેડૂતોને લોન આપે છે. જેના દ્વારા ખેતી ખર્ચને ઓછો કરી શકે છે અને પોતાની આર્થિક સ્થિતિ પહેલાની તુલનામાં સારી કરી શકે છે.  કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા  પાક માટે લોન, ફાર્મ ઓપરેટિંગ લોન, ફાર્મ ઓનરશિપ લોન, એગ્રી બિઝનેસ, ડેરી પ્લસ સ્કીમ, હોર્ટિકલ્ચર લોન, લેન્ડ પરચેઝ સ્કીમ, માઇનર ઇરિગેશન સ્કીમ, ફાર્મ સ્ટોરેજ ફેસિલિટી અને વેરહાઉસિંગ લોન આપવામાં આવે છે.


કિસાન ક્રેડિટ કાર્ડના શું છે લાભ



  • કિસાન ક્રેડિટ હેઠળ, ખેડૂતોને પાકની વાવણી માટે ખૂબ જ ઓછા વ્યાજ દરે બેંકો તરફથી લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ઉપરાંત, ત્રણથી પાંચ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન માત્ર ચાર ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે.

  • સરકાર આ લોન પર બે ટકા સબસિડી પણ આપે છે. એટલું જ નહીં, સમયસર લોન ચૂકવવા પર ખેડૂતને ત્રણ ટકાનું રિબેટ પણ આપવામાં આવે છે. તે મુજબ આ લોન માત્ર ચાર ટકાના દરે મળે છે, પરંતુ જો લોનની ચુકવણીમાં વિલંબ થાય તો લોનનો વ્યાજ દર સાત ટકા થઈ જાય છે.

  • આ યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ વાત એ છે કે કિસાન ક્રેડિટ કાર્ડની મદદથી ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. ક્યારેક કોઈ કારણસર પાકને નુકસાન થાય છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે છે.

  • આવી સ્થિતિમાં, કોઈપણ કારણોસર તમારો પાક નાશ પામ્યો છે, તમને વળતર પણ આપવામાં આવે છે. પૂરની સ્થિતિમાં પાક ડૂબી જવાથી નુકસાન થયું હોય કે દુષ્કાળની સ્થિતિમાં પાક બળી જવાને કારણે, તમે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા આનું વળતર પણ મેળવી શકો છો.