PM Kisan Farmer ID: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળી રહે એ વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા.૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના ૬૬ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મુકાયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અત્યારસુધી ૧.૪૨ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લાના બાકી રહેતા તમામ ખેડૂતમિત્રોએ વહેલી તકે નોંધણી કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરાયો છે.
ફાર્મર આઇ.ડી.કેમ જરૂરી છે
ફાર્મર રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ એક ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડી.ના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી તથા પારદર્શકતાપૂર્વક અને સમયસર મળી રહેશે. ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પી.એમ કિસાન સન્માન નિધિ, લઘુત્તમ ટેકાના ભાવ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવા લાભ એક પ્લેટફોર્મ પર મળી રહેશે. ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂ. ૨૦૦૦ના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરી છે.
ફાર્મર આઇ.ડી. રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરીએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વીસીઈ) તથા કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી)નો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.આ ઉપરાંત ખેડૂતો પોતાની જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પણ ખેડૂત નોંધણી કરી શકે છે.
ખેડૂતો પોતાની જાતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે
આ માટે ખેડૂત મિત્રો ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ નોંધણી કરાવી શકે છે જેની લિંક https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry છે. આ સાથે ખેડૂત મિત્રો https://gjfr.agristack.gov.in/ લિંક મારફત પણ સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ અંગે વધુ માહિતી માટે ખેડૂત મિત્રો યુટ્યુબની લીંક youtu.be/sg4oFzcgNY0 મારફત માહિતી પણ મેળવી શકે છે.
ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન કેવી રીતે કરવું?
જો તમે ખેડૂત છો અને તમે તમારું કિસાન આઈડી કાર્ડ અથવા કિસાન આઈડી કાર્ડ બનાવવા ઈચ્છો છો, તો તમે તેના માટે ઘરે બેસીને અરજી કરી શકો છો. જેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે મુજબ છે -
- ખેડૂત આઈડી કાર્ડ નોંધણી માટે, સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- આ વેબસાઈટનું મુખ્ય પેજ ખુલશે જ્યાં તમારે “Create New User Account” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કર્યા પછી, એક નવું પેજ ખુલશે, આ પેજમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરીને સબમિટ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમારે OTP વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
- OTP વેરિફિકેશન પછી, તમારે મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે અને મોબાઈલ નંબર વેરિફિકેશન માટે OTP ફરીથી વેરિફાય કરવો પડશે.
- ત્યારબાદ તમારે પાસવર્ડ બનાવવો પડશે અને “Create My Account” વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
- આ રીતે તમારું રજીસ્ટ્રેશન પોર્ટલ પર થઈ જશે.
- સફળ નોંધણી પછી, તમારે હોમ પેજ પર પાછા આવવું પડશે અને "લોગિન એઝ ફાર્મર" વિકલ્પ પસંદ કરવો પડશે.
- હવે તમારે OTP વેરીફાઈ કર્યા પછી લોગઈન કરવું પડશે.
- આગલા પગલામાં ડેશબોર્ડ તમારી સામે ખુલશે. અહીં તમારે આપેલા વિકલ્પ "રજીસ્ટર એઝ ફાર્મર" પર ક્લિક કરવાનું રહેશે.
- હવે એક નવું પેજ ખુલશે જ્યાં તમારે રજીસ્ટ્રેશન ફોર્મ ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે.
- આ પછી તમારે આપેલા "પ્રોસીડ" વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- જેમ તમે આગળ વધશો, તમારી સામે એક પોપ અપ પેજ ખુલશે જેમાં તમને “Proceed To E Sign” નો વિકલ્પ મળશે.
- જેમ તમે આ વિકલ્પ પર ક્લિક કરશો કે તરત જ તમારી સામે બીજું પેજ ખુલશે.
- હવે અહીં તમારે “Aadhaar Based OTP Verification” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને પછી “Submit” ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
- તમે સબમિટ કરતાની સાથે જ તમારું ખેડૂત ID રજીસ્ટર થઈ જશે અને તમને એક સ્લિપ દેખાશે.
- તમારે આ સ્લિપ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરવી પડશે અને તેને સુરક્ષિત રાખવી પડશે.
- આ રીતે ખેડૂત આઈડી કાર્ડ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ઘરે બેઠા સફળતાપૂર્વક પૂર્ણ થશે.
આ પણ વાંચો....
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ