Gujarat Agriculture News: રાજ્યના ખેડૂતોની આવક વધે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. ઘણી યોજનાઓમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. રાજ્યના બાગાયત વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે 01-03-2022થી 30-04-2022 સુધી અરજી કરવા માટે ikhedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.


પાંચ વર્ષમાં સહાય મેળવી શકાય એવાં ઘટકો



  • અર્ધા પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ

  • ડીઝલ, ઈલેક્ટ્રીક, પેટ્રોલ પંપ સેટ (ઓઈલપામ-એચઆરટી 6)

  • ટુલ્સ ઈક્વિપમેંટ, શોર્ટીંગ, ગ્રેડીંગના સાધનો, પીએતએમના સાધનો (વનજકાંટા, પેકિંગ મટીરિયર્લ, , શોર્ટિંગ, ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો તથા પ્લાસ્ટીક)






દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના બાગાયતી પાકો


ગુજરાતના બાગાયતી પાકો હવે ગુજરાતની ઓળખ બની ગયા છે. જાણો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જમીન અને વરસાદના પ્રમાણમાં લેવાતાં બાગાયતી પાકો વિશે.



  • ફળઃ આંબા, ચીકુ, પપૈયા, નાળિયાર, બોરડી, સીતાફળ

  • શાકભાજીઃ ડુંગળી, ટમેટા, કાકડી, કોબીજ, ફ્લાવર, ભીંડા

  • મસાલાઃ મરચાં, જીરું, સલણ, મેથી

  • ફૂલોઃ ગલલોટા, ગુલાબ, ગેલાર્ડિયા


ઔષધીય અને સુગંધિતઃ ઈસબગુલ, સફેદ મૂસળી, સેના, કુંવારપાઠું