Milk Fat Price Hike:  સુમુલ ડેરીના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. ગણેશ ચતુર્થીના દિવસે પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીએ ભેંસના દૂધમાં ભાવમાં કિલોફેટે 10 રૂપિયાનો  અને ગાયના દૂધમાં ભાવમાં કિલોફેટે 5 રૂપિયાનો વધારો કર્યો છે. ભેંસના દૂધના ભાવ કિલોફેટે 750 રૂપિયા હતા તેના 760 કરવામાં આવ્યા છે, જ્યારે ગાયના દૂધના ભાવ કિલોફેટે 735 રૂપિયા હતા તેના 740 કરવામાં આવ્યા છે. સુમુલ પશુ આહારમાં કિલોદીઠ 2 રૂપિયા 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.


અતિવૃષ્ટિથી થયેલી નુકસાની મુદ્દે કયા વધુ ત્રણ જિલ્લામાં અપાયો સર્વેનો આદેશ ? જાણો વિગત


ગુજરાતમાં મેઘરાજાએ મચાવેલા કહેર બાદ નવ જિલ્લાના ઘણા તાલુકામાં સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ કૃષિ વિભાગ દ્વારા આજે વધુ ત્રણ જિલ્લામાં સર્વેના આદેશ આવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાનો ગીર સોમનાથ તાલુકો, મોરબી જિલ્લાનો માળિયા તાલુકો તથા જામનગર જિલ્લાનો જોડિયા તાલુકાના અમુક ગામોમાં સર્વેનો આદેશ અપાયો  હતો.


થોડા સપ્તાહ પહેલા રાજ્યના 9 જિલ્લાના 41 તાલુકાના ગામોમાં પાકને નુકસાન સર્વે કરાયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમા પાક નુકશાની થશે સર્વે કરવાનો આદેશ અપયો હતો.. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને થયેલા નુકશાનીનો પણ સર્વે કરાયો હતો. આ વિસ્તારોમાં ભારે વરસાદથી ચીકુ, કેરી, મગફળી, કેળ, તેલીબિયાંના પાકને મોટું નુકસાન થયું છે.




RTI માં થયો મોટો ખુલાસો, PM મોદી સરકારી નહીં પોતાના જ પૈસે કરે છે ભોજન


સંસદમાં નેતાઓને સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતી તમામ સુવિધાઓ સરકારી બજેટમાંથી ખર્ચવામાં આવતી નથી. સરકારી બજેટમાંથી વડાપ્રધાનના ભોજન પર એક રૂપિયો પણ ખર્ચવામાં આવતો નથી. ભોજનનો ખર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉઠાવે છે. આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના કેન્દ્રીય અન્ડર સેક્રેટરી બિનોદ બિહારી સિંહે RTIનો જવાબ આપ્યો છે કે PMના ભોજનમાં સરકારી બજેટમાંથી એક પણ રૂપિયો ખર્ચવામાં આવતો નથી.


પીએમએ પોતે સંસદ ભવન કેન્ટીનમાં પૈસા ચૂકવ્યા


વર્ષ 2014માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, 2 માર્ચ, 2015 ના રોજ બજેટ સત્ર દરમિયાન, તેમણે સંસદ ભવનના પહેલા માળે આવેલી કેન્ટીનમાં પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. આવું પહેલીવાર બન્યું જ્યારે કોઈ વડાપ્રધાન સંસદની કેન્ટીનમાં પહોંચ્યા અને લંચ લીધું. પીએમએ પોતે આ સમયગાળા દરમિયાન શાકાહારી ભોજનની પ્લેટ માટે 29 રૂપિયા ચૂકવ્યા હતા. જો કે હવે સંસદ ભવન કેન્ટીનમાં શાકાહારી થાળીની કિંમત 100 રૂપિયા છે.