Farmer's Success Story: પંચમહાલ જિલ્લાનાં જાબુઘોડા તાલુકાના ભાણપુરા ગામનાં પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઇ ભીમસીંગભાઇ બારીયા ખેત વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં પોતાની ૬ એકર જમીનમાં શાકભાજી અને ફળોની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી છે. 


વિનોદભાઇ બારીયાએ જણાવ્યું, છેલ્લા પાંચ વર્ષથી બાગાયતી ખેતી સાથે સંકળાઇ બાગાયત વિભાગનું માર્ગદર્શન મેળવી ડાંગર, મકાઇની પરંપરાગત ખેતીની સાથો સાથ શાકભાજી અને ફળોની આધુનિક બાગાયત ખેતી તરફ વળ્યો છું. આ અગાઉ પરંપરાગત ખેત પધ્ધતિ અપનાવીને ઓછું ઉત્પાદન મેળવતો હતો, પરંતુ બાગાયત ખાતાના સંપર્કમાં આવતા તાલીમ, પ્રેરણા પ્રવાસ અને કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી નીત નવી ટેક્નોલોજીથી માહિતગાર થવાને લીધે પ્રથમ શરૂઆત કરતા મેં ડ્રિપ ઇરીગેશન પદ્ધતિ સાથે મરચી, ટામેટી તથા શાકભાજીની ખેતી કરતો હતો. ત્યાર પછી પ્લાસ્ટીક મલ્ચીંગ સાથે મેં તરબુચની ખેતી કરી હતી. ખેતી માટે મલ્ચીંગ, હાઇબ્રીડ બિયારણ અને અર્ધ કાચો મંડપ બનાવવાની  અને વિવિધ યોજનાઓની પ્રોત્સાહક સહાય બાગાયત ખાતા દ્વારા મેળવી હતી.




બે લાખના ખર્ચ સામે થશે ત્રણ લાખનો ચોખ્ખો નફો


જે બાદ નોન્યુ સીડ્સ કંપની મારફત મલ્ચિંગ સાથે શક્કરટેટીનું ખેતી વિષયક માર્ગદર્શન મેળવી ઓપન ફિલ્ડમાં નફાકારક ખેતી કરી. ચાલુ  વર્ષમાં 10 ગુંઠાના વિસ્તારમાં ક્રોપ કવર ના સ્ટ્કચર સાથે રક્ષીત વાતાવરણમાં થતી નોન્યુ સીડ્સ કંપનીની ચાર જાતો જેવી કે આલીયા, મધુમતી,  મીનાક્ષી, રોમીયા ના કુલ અંદાજીત 2250 છોડનું  ટ્રેલીઝ પધ્ધતિથી ખેતી કરી. જેમા આ બધી જાતોના બિયારણની કિમંત અંદાજીત રૂા. 7 માં એક બિયારણનો દાણો  પડ્યો છે અને તેનું ઉત્પાદન 1 છોડ દીઠ 1 ફળ લેવાનુ હોય છે જેનુ અંદાજીત વજન 1.5 થી 2 કિ.ગ્રાનું  હોય છે. 10 ગુંઠાના વિસ્તારમા કુલ બે લાખના ખર્ચ સામે અંદાજીત કુલ પાંચ લાખની આવક થવાનો અંદાજ છે. આમ કુલ ત્રણ  લાખનો ચોખ્ખો નફો 10 ગુંઠામાં થશે. પંચમહાલ જિલ્લામાં અને ગુજરાતમાં પણ આ આલીયા, મધુમતી,  મીનાક્ષી, રોમીયા શક્કરટેટી બાગાયતી પાકની પ્રથમ ખેતી કરતા તેઓ એક માત્ર ખેડૂત છે.




રાસાયણીક ખાતરનો ઘટાડ્યો વપરાશ


વિનોદભાઈના કહેવા મુજબ, બાગાયત ખેતીમાં જી.જી.આર.સી દ્વારા ટપક-સિચાંઇ, સંકલીત પોષણ વ્યવસ્થાપન, સંકલીત જીવાત નિયંત્રણ, ગ્રેડીંગ પધ્ધતિ વગેરે જેવી જાણકારી મેળવીને તેને ખેત પધ્ધતિમાં અમલમાં મુકવાને લીધે જૈવિક કલ્ચર, બાયો-કંપોષ્ટ, માઇક્રો ન્યુટ્રીયન્ટ ખાતરનો ઉપયોગ કરી રાસાયણીક ખાતરના વપરાશમાં ઘટાડો થવાને લીધે ખેતી ખર્ચ અને ખાતર ખર્ચ પણ ઘટી જવાથી હું હવે એકંદરે સારી આવક મેળવી રહ્યાં છે.