Gujarat Agriculture Scheme: ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે બાગાયત ખાતાની “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યકમ યોજના” (એચ.આર.ટી.-૨,૩,૪) ઘટકમાં ઓનલાઇન અરજી કરવા માટે આઈ-ખેડુત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ કાર્યક્રમ હેઠળ વ્યકતિગત ખેડુત તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ માટે ઓછામાં ઓછા 2.૦૦હે. તથા મહત્તમ 4.૦૦ હેકટરની મર્યાદામાં તેમજ FPO, FPC, સહકારી મંડળીના સભાસદોના કિસ્સામાં ઓછામાં ઓછા 2.૦૦ હે તથા મહત્તમ 50.૦૦ હે. સુધીના વાવેતર માટે સહાય આપવામાં આવશે.
બહુવર્ષાયુ ફળઝાડના વાવેતર ઘટક સાથે પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, GAP CERTIFICATION, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા અન્ય બે ઘટકોનો પ્રોજેક્ટમાં સમાવેશ કરી અમલ કરવાનો રહેશે. તથા FPO, FPC તથા સહકારી મંડળીના સભાસદો આ કાર્યક્રમ હેઠળ ઓછામાં ઓછા પાંચ ખેડૂત લાભાર્થીઓનો પ્રોજેક્ટમાં સમાવેશ કરી પ્રોજેક્ટ રજુ કરવાનો રહેશે.બાગાયત ખાતા હેઠળના કમલમ(ડ્રેગનફ્રુટ)ના વાવેતર માટે સહાયના કાર્યક્રમ ઘટકમાં રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે પોર્ટલ તા.19/09/2022 થી તા.15/10/2022 સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
અરજી માટે કયા દસ્તાવેજોની પડશે જરૂર
આ જે ખેડૂતમિત્રો બાગાયત ખાતાની આ સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા ખાનગી ઇંટરનેટ સોર્સ મારફત પોતાના 8-અ, 7 અને 12 નકલ, આધારકાર્ડ તથા ચાલુ બેંક ખાતાની વિગત સાથે લઈ જઈને લાભ લેવા માંગતા ઘટક હેઠળ સમયસર અરજી કરવી તથા અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનીક કાગળો અરજી કર્યા બાદ 7 દિવસમાં નાયબ બાગાયત નિયામકની કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવી શકશે.
બાગાયતી યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે
રાજ્ય સરકાર ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલમાં, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળ પાકો, અતિ ઘનિષ્ઠ ખેતી, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકોની યોજનાનો મહત્તમ લાભ લઇ શકે તે માટે આઇ-ખેડુત પોર્ટલ આગામી તા.15 ઓક્ટોબર સુધી ખુલ્લુ મુકાયું છે તથા નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર, ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાયો કંટ્રોલ લેબોરેટરી, નાની નર્સરી -1 હેકટર, કોલ્ડ સ્ટોરેજ વગેરે પ્રોજેક્ટ બેઝ ઘટકો માટે પણ આઇ-ખેડુત પોર્ટલ આગામી તા.31 ડિસેમ્બર સુધી ખુલ્લુ મુકાયું છે. આ સમયગાળા દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) પર ઓનલાઇન અરજી કરવા જિલ્લાના નાયબ બાગાયત નિયામકે જણાવ્યું છે. અરજી કર્યા બાદ સાધનિક કાગળો તથા પ્રોજેક્ટ સાથેની અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી ઉપર 7 દિવસમાં મોકલી આપવાની રહેશે.