Gujarat Agriculture Scheme: ખેડૂતનો પાક તૈયાર થયા બાદ કુદરત સહિત ક્યારેક જંગલી જાનવરો પણ સોથ વાળી દેતા હોય છે. ખેડૂતોના પાકેને જંગલી જાનવરોથી રક્ષણ મળે તે માટે એક યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા રોઝ ભુંડ જેવા પ્રાણીઓથી ખેતી પાકના રક્ષણ માટે ખેતર ફરતે કાંટાળી તારની વાડની યોજના અમલમાં મુકવામાં આવી છે. ખોરાકની શોધમાં રોઝ, નીલગાય, શિયાળ સહિતના પ્રાણીઓ ખેતરોના ઉભા પાકને નુકસાન પહોંચાડતાં હોય છે.
ખેતી પાકના રક્ષણ માટે ખેડૂતો ખેતરની ફરતે સાડીઓ બાંધીને પ્રાણીઓમાં વાડ હોવાનો ભ્રમ ઉભો કરે છે. 5 ખેડૂતોનું જૂથ કાંટાળી તાર યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં લાભાર્થી જૂથને રનીગ મીટર દીઠ રૂ.200 અથવા ખરેખર ખર્ચાના 50 ટકા બેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય મળશે. આ મટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરવી પડશે.
અરજી કરવા માટે i-ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે. તેમાં અરજીઓમાં જવાનું રહેશે. (વિવિધ યોજનાઓમાં અરજી કરવા ક્લિક કરો, એવું લખ્યું હશે એના પર ક્લિક કરો. જેમાં તમને અલગ અલગ યોજનાઓના વિકલ્પ મળશે. જેવી કે ખેતીવાડીની યોજનાઓ, જમીન અને જળ સંરક્ષણ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરે. એમાં તમારે “જમીન અને જળ સંરક્ષણ” પર ક્લિક કરવાનું રહેશે. જેથી તમને “ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના” લખેલું જોવા મળશે.
ત્યાં તમારે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. એમાં તમારે તમારી તમામ વિગતો જેવી કે અરજદારની વિગત, રેશનકાર્ડની વિગત, બેંક ખાતાની વિગત વગેરે ભરવાનું રહેશે. ત્યારબાદ એની નકલ મેળવી લેવાની રહેશે. અને ઉપર જણાવ્યા અનુસાર તમારા સંલગ્ન જીલ્લાની નિગમની કચેરી ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે.