Gujarat Agriculture Scheme: ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધે તે માટે અનેક યોજના ચલાવે છે. વિવિધ યોજના અંતર્ગત સબ્સિડી આપવામાં આવે છે, આ માટે કેટલાક નિયમો હોય છે. રાજ્યનો ખેડૂત ફૂલ પાક વાવતો થાય અને આત્મનિર્ભર બને એ માટે ફૂલ પાક વાવેતર સહાય યોજના અમલમાં છે. આ યોજનામાં દાંડી ફૂલો, છુટા ફૂલો, કંદ ફૂલોની ખેતીમાં સહાય મળવા પાત્ર છે.


કેટલી મળે છે સહાય



  • આ યોજનામાં ખેડૂત લાભાર્થી દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે.

  • ગાઈડ લાઈન મુજબ ખર્ચના 40 ટકાથી મહત્તમ 65 ટકા સુધી સહાય મળવા પાત્ર છે.


ક્યાં કરશો અરજી


ફૂલોનું વાવેતર કરતાં ખેડૂતો આ સહાય યોજનાનો લાભ લેવા માટે તેમના જિલ્લાના નાયબ બાગાયત નિયામક અથવા doh.gujarat.gov.in પર સંપર્ક કરી શકે છે.






ગુજરાતમાં 14 લાખથી વધુ ખેડૂતોએ આ સહાય મેળવવા કરી છે અરજી


ખેતીની કામગીરીમાં ઉપયોગી થાય તે માટે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પ્લાસ્ટિકના ટબ અને ડ્રમ આપવા નક્કી કર્યુ હતું. ગુજરાતમાંથી 14 લાખ કરતાં વધુ ખેડૂતોએ ડ્રમ અને ટબ મેળવવા માટે અરજી કરી હતી પરંતુ આજદિન સુધી મળ્યા નથી. સરકારે જાહેરાત કર્યાના નવ મહિના થઈ ગયા હોવા છતાં યોજનાના અમલને લઈ કોઈ ઠેકાણા નથી.ખેતીમાં મલ્ટીપર્પઝ ઉપયોગ કરી શકાય તે માટે ખેડૂતોને વધુ પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકાર દ્વારા 200 લીટરનું ડ્રમ અને 10 લિટરના બે પ્લાસ્ટિકના ટબની ખરીદી માટે રૂ. 2,૦૦૦ની સહાય આપવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતના  14,03,945 ખેડૂતોએ અરજી કરી છે. રૂ.1534ના ભાવનું ડ્રમ 2157 રૂપિયામાં ખરીદવા નક્કી કરાયું હોવા છતાં કોઈ ઠેકાણા નથી.


અમરેલી જિલ્લામાંથી સૌથી વધુ 93,235 અરજી મળી છે. જ્યારે રાજકોટમાંથી 88,957, મહેસાણામાંથી 85,265, ભાવનગરમાંથી 78,352, જૂનાગઢમાંથી 77277 અને  બનાસકાંઠામાં 75,164 અરજી મળી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે  ગૃહમાં સ્વીકાર કર્યો કે જ્રમ અને ટબ માટે ટેન્ડર પ્રક્રિયાના કારણે વિલંબ થયો છે. ગ્રાસ રૂટ સુધીની વિતરણ વ્યવસ્થા હોવાના લીધે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝને ટબ અને ડ્રમ વિતરણ માટે કામગીરી સોંપાઈ છે.


આ પણ વાંચોઃ 


Gujarat Farmers Scheme:   ગુજરાતમાં ખેડૂત ખાતેદારનું મોત થાય તો મળે છે રૂપિયા બે લાખની સહાય, જાણો ક્યાં અને કેવી રીતે કરશો અરજી


Cashew Farming: લખપતિ નહીં કરોડપતિ પણ બની શકશો, કાજુની ખેતીથી આ રીતે થઈ શકો છો માલામાલ


ગુજરાત સરકાર ખેડૂતોને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા આપે છે આટલી સહાય, જાણો વિગત