Agriculture News: ખેડૂતને જગતનો તાત કહેવાય છે. ગુજરાતમાં ખેડૂતોને ઓઈલ એક્સટ્રેશન યુનિટમાં સહાય આપવામાં આવે છે. જેમાં ખર્ચના 50 ટકા અથવા વધુમાં વદુ રૂપિયા 2.50 લાખ પ્રતિ યુનિટની મર્યાદમાં સહાય આપવામાં આવે છે. જેનો હેતુગ્રામ્ય કક્ષાએ કૃષિ પેદાશોના પ્રોસેસિંગ ઉદ્યોગને વેગ આપી રોજગારીની નવી તકો ઉભી થાય તેવો છે.






દાડમની ખેતીથી ખેડૂતો બની શકે છે માલામાલ, આ રીતે સતત 24 વર્ષ કમાઈ શકે છે નફો


ભારતમાં પરંપરાગત ખેતીમાં સતત ઘટી રહેલા નફા અને દર વર્ષે પ્રાકૃતિક આફતોના કારણે થતાં નુકસાનથી ખેડૂતોએ હવે અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કર્યુ છે. ખેડૂતો હવે ઓછા ખર્ચે વધારે નફો આપતા પાકને પ્રાથમિકતા આપી રહ્યા છે. છેલ્લા થોડા વર્ષોથી ખેડૂતોમાં દાડમની ખેતી કરવાનું ચલણ વધી રહ્યું છે. ભારતમાં તેની સૌથી વધુ ખેતી ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં થાય છે. દાડમના છોડ ત્રણ વર્ષમાં વૃક્ષ બનીને ફળ આપવા લાગે છે. એક દાડમનું વૃક્ષ આશરે 24 વર્ષ સુધી પાક આપે છે અને તેનાથી ખેડૂતો મોટો નફો કમાઈ શકે છે.


નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દાડમના પાક ઓગસ્ટ કે માર્ચમાં લગાવી શકાય છે. ઉપરાંત તેને કોઈપણ પ્રકારની માટીમાં ઉગાડી શકાય છે. ખેડૂતોએ છોડ વાવતા પહેલા એક મહિના પહેલા ખાડો ખોદવો જોઈએ. જે બાદ તેને 15 દિવસ ખુલ્લો રાખવો જોઈએ. આ પછી તેમાં 20 કિલો છાણીયું ખાતર, 1 કિલોગ્રામ સુપર ફોસ્ફેટ, 0.50 ગ્રામ ક્લોરા પાયરીફાસનું ચૂર્ણ તૈયાર કર્યા બાદ ખાડાને ભરી દેવો જોઈએ.


આ પણ વાંચોઃ 


Coronavirus Cases Today: દેશમાં કોરોનાના નવા મામલામાં 10.6 ટકાનો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ


Mahindra eKUV: ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે Mahindra eKUV, આટલી હોઈ શકે છે કિંમત


IPL 2022:  IPL મેચમાં શાહરૂખના દીકરા સાથે આવેલી આ બ્યુટીફુલ છોકરી કોણ ? ડ્રગ્સ કૌભાંડ સાથે છે કનેક્શન ?