Digital Crop Survey Gujarat 2026: જો તમે પણ ખેતી સાથે જોડાયેલા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ભારત સરકારના 'એગ્રીસ્ટેક' પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024-25 થી સમગ્ર ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે, ચાલુ ખરીફ સીઝન 2026 માટે આગામી 15 ઓગસ્ટ, 2026 થી રાજ્યભરમાં 'ડિજિટલ ક્રોપ સર્વે' મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ આધુનિક ઝુંબેશ સળંગ 45 દિવસ સુધી ચાલશે.

Continues below advertisement

કેવી રીતે અને કેટલા વિસ્તારમાં થશે સર્વે?

આ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નથી. આ મહાઅભિયાનમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેલા 18,197 ગામડાઓને આવરી લેવામાં આવશે. જેમાં અંદાજિત 95 લાખથી પણ વધુ ખેતીલાયક પ્લોટ (ખેતરો) નો સર્વે થવાનો છે. હવે સવાલ એ થાય કે આ સર્વે થશે કેવી રીતે? તો વાત જાણે એમ છે કે, સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા સત્તાવાર સર્વેયરો દરેક ખેડૂતના ખેતર કે સર્વે નંબર પર રૂબરૂ જશે. ત્યાં જઈને તમે જે પાક વાવ્યો હશે તેના જીઓ-ટેગ્ડ (લોકેશન સાથેના) ફોટોગ્રાફ્સ લેશે અને ડિજિટલ એપ્લિકેશન દ્વારા આ સચોટ માહિતી સીધી જ ઓનલાઈન અપલોડ કરી દેશે.

Continues below advertisement

ખેડૂતો જાતે પણ કરી શકશે પોતાના પાકની નોંધણી

જો તમે સર્વેયરની રાહ જોવા નથી માંગતા, તો સરકાર તમારા માટે એક સ્માર્ટ ઓપ્શન પણ લાવી છે! જે ખેડૂત મિત્રોની નોંધણી 'ફાર્મર રજિસ્ટ્રી' માં અગાઉથી જ થઈ ગઈ છે, તેઓ સીધા જ પોતાના સ્માર્ટફોનમાં 'ડિજિટલ ક્રોપ સર્વે' નામની એપ ડાઉનલોડ કરી શકે છે. આ એપની મદદથી ખેડૂતો જાતે જ પોતાના ખેતરે ઉભા રહીને પોતાના પાકની નોંધણી કરી શકશે, જે એકદમ સરળ અને ઝડપી પ્રક્રિયા છે.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ

સરકારની ખેડૂતોને ખાસ અપીલ

આ સમગ્ર સર્વે ઝુંબેશ 15 ઓગસ્ટથી શરૂ થઈને 30 સપ્ટેમ્બર, 2026 સુધી કાર્યરત રહેશે. આ અંગે રાજ્ય સરકારની ખેતી નિયામકની કચેરી દ્વારા ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ ડિજિટલ સુવિધાનો પૂરેપૂરો લાભ લે. તમે તમારા ગામના સર્વેયર મારફતે અથવા તો જાતે જ મોબાઈલ એપનો ઉપયોગ કરીને 30 સપ્ટેમ્બર પહેલા તમારા તમામ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે ચોક્કસથી પૂર્ણ કરાવી લો, જેથી ભવિષ્યમાં સરકારી સહાય કે યોજનાઓનો લાભ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે.