Farmers Data Security DPDP Act: ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને વેગ આપતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. કૃષિ, ખેડૂત કલ્યાણ તેમજ સહકાર વિભાગે ખેડૂતોની માહિતીની સુરક્ષા માટે 'વિભાગીય ડેટા સમિતિ' (DDC)ની રચના કરી છે. 

Continues below advertisement

કેન્દ્ર સરકારના ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમ, 2023 (DPDP Act)ની વિભાવના અનુસાર રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોનો વ્યક્તિગત, નાણાકીય અને કૃષિ સંબંધિત ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહે, તેનો ઉપયોગ નિયમો મુજબ અને ખેડૂતોની સંમતિથી જ કરવામાં આવે. વિભાગીય ડેટા સમિતિ કૃષિ વિભાગ અને તેનાથી સંકળાયેલા બોર્ડ-નિગમો તેમજ કૃષિ યુનિવર્સિટીઓના ડેટાનું વૈજ્ઞાનિક, સુરક્ષિત અને પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરશે.

ખેડૂત-હિતને પ્રાથમિકતા ડિજિટલ યુગમાં ખેડૂતોનો ડેટા જમીન અને પાક જેટલો જ મહત્વપૂર્ણ છે. જો તે સુરક્ષિત રહેશે, તો યોજનાઓનો લાભ પણ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચશે અને છેતરપિંડીની શક્યતા ઘટશે.

Continues below advertisement

ઉચ્ચ કક્ષાની સમિતિ દેખરેખ રાખશેઆ સમિતિનું નેતૃત્વ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ કરશે. સમિતિમાં વિભાગીય ડેટા અધિકારી, સભ્ય સચિવ, મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (CISO), નાયબ નિયામક (આઈટી), આઈસીટી અધિકારી, કાયદાકીય અધિકારી, આઈટી નિષ્ણાત તેમજ વિભાગના તમામ બોર્ડ-નિગમો, યુનિવર્સિટીઓ અને તાબા હેઠળની કચેરીઓના વડાઓને સામેલ કરવામાં આવ્યા છે.

ડેટાનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કરાશે કૃષિ વિભાગના તમામ ડેટાસેટનું ઓપન, શૅરેબલ, પ્રતિબંધિત, સંવેદનશીલ અને નેગેટિવ લિસ્ટ; એમ પાંચ શ્રેણીઓમાં વર્ગીકરણ કરવામાં આવશે. તેનાથી હવામાન, કૃષિ ટેકનિક, બજાર ભાવ જેવી જાહેર ઉપયોગની માહિતી ખેડૂતો સુધી સરળતાથી પહોંચાડાઈ શકાશે; જ્યારે ખેડૂતોની વ્યક્તિગત, બૅંકિંગ અને અન્ય ખાનગી માહિતીને સંવેદનશીલ શ્રેણીમાં રાખીને સંપૂર્ણપણે સુરક્ષિત કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના DPDP કાયદાનું કડક પાલન કરવામાં આવશે સમિતિ સુનિશ્ચિત કરશે કે ખેડૂતોના ડેટાનું સંગ્રહ, ઉપયોગ અને પ્રક્રિયા સંપૂર્ણપણે DPDP Act તેમજ અન્ય સરકારી નિયમો અનુસાર કરવામાં આવે. આ વ્યવસ્થા દ્વારા ખેડૂતોની વ્યક્તિગત માહિતીનો અનધિકૃત ઉપયોગ અટકાવી શકાશે તેમજ ડેટા સુરક્ષાને કાનૂની સંરક્ષણ મળશે.

ખેડૂતોની સંમતિ વિના ડેટાનો ઉપયોગ નહીં થાયઆ વ્યવસ્થામાં નાગરિક સંમતિ (Consent Management)ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ખેડૂતોના ડેટાના ઉપયોગ માટે તેમની સંમતિનો સંપૂર્ણ રેકોર્ડ સુરક્ષિત, ઑડિટેબલ અને ટ્રૅકેબલ રહેશે.

જો કોઈપણ કક્ષાએ સંમતિ સંબંધિત નિયમોનો ભંગ થાય, તો તેની તાત્કાલિક જાણ રાજ્ય ડેટા સત્તામંડળ (State Data Authority-SDA)ને કરવામાં આવશે.

ડેટા બ્રીચ પર તાત્કાલિક કાર્યવાહીસમિતિ ખેડૂતોના ડેટા સાથે સંબંધિત કોઈ પણ સુરક્ષા બનાવ અથવા ડેટા બ્રીચ પર સતત નજર રાખશે. જો કોઈ પણ પ્રકારનું ડેટા ઉલ્લંઘન થશે, તો તેની તાત્કાલિક જાણ રાજ્યના મુખ્ય ડેટા અધિકારી તથા અન્ય સક્ષમ અધિકારીઓને કરવામાં આવશે, જેથી ઝડપી કાર્યવાહી થઈ શકે. આ વ્યવસ્થા ખેડૂતોની ડિજિટલ સુરક્ષાને ચોવીસે કલાક મજબૂત સુરક્ષા કવચ આપશે.

ખેડૂતો માટે વધુ અસરકારક યોજનાઓ બનશેસુરક્ષિત,પ્રમાણભૂત ડેટા ઉપલબ્ધ થવાથી કૃષિ ક્ષેત્રમાં સંશોધન, ઇનોવેશન અને પુરાવા આધારિત નિર્ણય પ્રક્રિયાને વેગ મળશે.પરિણામે ખેડૂત કલ્યાણ યોજનાઓ વધુ અસરકારક, ચોક્કસ અને વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ બનશે.

નવી વ્યવસ્થાથી ખેડૂતોને શું લાભ થશે ? * ખેડૂતોની વ્યક્તિગત, બૅંકિંગ અને અન્ય સંવેદનશીલ માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.* ડેટાના દુરુપયોગ, અનધિકૃત પ્રવેશ અને સાયબર જોખમો પર અસરકારક દેખરેખ રાખવામાં આવશે.* ભવિષ્યની કૃષિ નીતિઓ, યોજનાઓ વાસ્તવિક આંકડા તથા વૈજ્ઞાનિક વિશ્લેષણના આધારે તૈયાર થશે* કૃષિ સબસિડી, પાક વીમો, કુદરતી આપત્તિ રાહત તેમજ અન્ય સરકારી સહાયનું વિતરણ વધુ ઝડપી, પારદર્શક અને ચોક્કસ બનશે.* પાત્રતા ધરાવતા ખેડૂતો સુધી સીધો લાભ પહોંચશે.