Gujarat Agriculture News: ગુજરાતનો ખેડૂત આત્મનિર્ભર બને અને તેની આવક વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે. ઉત્પાદન પછીનાં તબકકા બાદ માં અપૂરતી સંગ્રહ શકિત, વૈજ્ઞાનિક અભિગમ તથા ચીલાચાલુ પ્રક્રિયાઓને પરિણામે કુલ ઉત્પાદનના 10 થી 20 કા જેટલા ફળ, શાકભાજી વપરાશકાર સુધી પહોચતા જ નથી. વળી, કૃષિ પેદાશો તેજ સ્વરુપમાં કે, પરંપરાગત પ્રક્રિયા કરી ઉત્પાદિત બજારોમાં રુપાંતરીત કરી બજારમાં વહેંચવાથી તેનું વળતર પણ પોષણક્ષમ મળતું નથી. આમ વિપુલ માત્રામાં કૃષિ ઉત્પાદન થવા છતાં હજૂ પણ કાપણી બાદ યોગ્ય રીતે પ્રક્રિયા ન કરવાને કારણે બગાડ નાથી શકાયો નથી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી.
ખેત ઉત્પાદનના રૂપાંતર અને મૂલ્ય વૃદ્ધિના ફાયદાઓ ઉચ્ચ ગુણવત્તા વાળી પેદાશો મળે છે. આર્થિક વળતર વધુ મળે છે. પોસ્ટ હાર્વેસ્ટ લોસ અટકાવી શકાય છે. પેદાશોની સંગ્રહ શકિતમાં વધારો થાય છે. પેદાશો વધુ પોષણક્ષમ,સ્વાદિષ્ટ તથા આકર્ષક બને છે. મૂલ્ય વર્ધક યુનિટો (કૃષિ ઉધોગો) ધ્વારા માનવ રોજગારીની તકો વધારી શકાય છે. આવી બનાવટો નિકાસ કરી વિદેશી હુંડીયામણ કમાઈ શકાય છે.
કેટલી મળે છે સહાય
ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ આધારિત પાક મૂલ્ય વૃદ્ધિ યુનિટની સ્થાપનાના પ્રોત્સાહન માટે મશીનરીની કિંમતા 50 ટકા મુજબ મહત્તમ 10 લાખ સુધીના નાણાકીય સહાય મળે છે. પાકના મૂલ્યવર્ધનથી ગ્રામ્ય કક્ષાએ પણ રોજગારીની તકો ઉભી થશે.
સહાયનો લાભ લેવા કોનો કરવો સંપર્ક
પાક મૂલ્યવૃદ્ધિ કરવા પ્રોત્સાહન આપવાની યોજનાની વધુ વિગત માટે જે-તે જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરીનો સંપર્ક કરી શકાય છે.
આ પણ વાંચોઃ