Gujarat Govt. Scheme: ગુજરાત સરકાર આ યોજનામાં ખેડૂતોને આપશે 6 હજારની સહાય, જાણો વિગત

Gujarat Govt. Scheme: ગુજરાતનો ખેડૂત આધુનિક બને અને લેટેસ્ટ ખેતીલક્ષી માહિતી, ટેકનોલોજીથી માહિતગાર થાય તે માટે રાજ્ય સરકારે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે.

Continues below advertisement

Gujarat Govt. Scheme: ગુજરાતનો ખેડૂત આધુનિક બને અને લેટેસ્ટ ખેતીલક્ષી માહિતી, ટેકનોલોજીથી માહિતગાર થાય તે માટે રાજ્ય સરકારે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. આજના યુગમાં શિક્ષણ, માર્કેટીંગ, ફોટોગ્રાફી, જ્ઞાન-વિજ્ઞાન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારે ખેડૂતો પણ ખેતીમાં સ્માર્ટ ફોન અપનાવે તે જરૂરી છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગે ખેડૂતોનો મોબાઈલની સહાય આપવા માટે આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના બહાર પાડી હતી. આ સહાયનો લાભ લેવા માટે કુલ 33 હજાર 79 અરજી કરવામાં આવી હતી. જેમાંથી કૃષિ વિભાગે 32 હજાર 775 અરજી મંજૂર કરી છે. જો કે,  ખેડૂતોને મોબાઈલ સહાય આપવા માટે રાજ્ય સરકારે બજેટમાં 10 કરોડની જ જોગવાઈ કરી છે. જેથી 16 હજાર 667 ખેડૂતોને મોબાઈલની સહાય કરવામાં આવશે. આ સહાય અંતર્ગત કૃષિ વિભાગ આ ખેડૂતોને મોબાઈલની ખરીદી કરવા પર 6 હજાર રૂપિયાની ચૂકવણી કરશે.

Continues below advertisement

સહાય વધારીને કરી છે 40 ટકા

રાજ્યના કૃષિ વિભાગે સ્માર્ટ ફોનની ખરીદીમાં સહાય 10 ટકાથી વધારીને 40 ટકા કરી દીધી છે. ખેડૂતોને 15 હજારની કિંમત સુધીના ફોનની ખરીદીમાં સરકાર મદદ કરશે. કિંમતના 40 ટકા અને વધુમાં વધુ રૂપિયા 6 હજાર સુધીની સહાય ખેડૂતોને મોબાઈલ ખરીદી પર આપવામાં આવશે. પહેલાં 15 હજાર રૂપિયાના મોબાઈલની ખરીદી પર 10 ટકાની સહાય મળતી હતી. જ્યાર બાદ કૃષિ વિભાગે સહાય વધારવા નાણાં વિભાગની મંજૂરી માંગી હતી. જ્યાર બાદ વધારે સહાય આપવાની મંજૂરી પણ રાજ્ય સરકારને મળી ગઈ હતી. આથી જે-તે સમય દરમ્યાન રાજ્ય સરકારે લેખિત પરિપત્ર બહાર પાડી સહાય વધારાની જાહેરાત કરી હતી. જો ખેડૂત 15000નો ફોન વસાવે છે તો સરકાર ખેડૂતને રૂપિયા 6 હજારની સહાય આપશે. જ્યારે બાકીના 9 હજાર ખેડૂતે જાતે ભોગવવાના રહેશે.

ખેડૂતો માટે સ્માર્ટ ફોન વસાવવો આસાન થશે

ગુજરાતના ખેડૂતોને લઈ સીએમ ભૂપેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો. જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવાં પરિવારમાંથી એક ખેડૂતને મોબાઇલની ખરીદી પર રૂપિયા 6000 સુધીની સહાય અપાશે. સરકારે તૈયાર કરેલી 'નો યોર ફાર્મર' યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે. જેનું વ્યાજ સરકાર ભોગવશે. એ માટે કો-ઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે અને આથી સહાયની આ જાહેરાતથી દરેક ખેડૂત માટે સ્માર્ટ ફોન વસાવવો સહેલો બનશે

Continues below advertisement
Sponsored Links by Taboola