Horticulture Farming: ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોથી બાગાયત ખેતી તરફ લોકો મોટા પ્રમાણમાં વળી રહ્યા છે.  બાગાયતી પાકો એકમ દીઠ વધુ ઉત્પાદન અને આવક આપે છે. ઉપરાંત રોજગારીનું સર્જન કરી શકે છે. આ ખેતી લાાંબા ગાળાની ખેતી છે. વારંવાર ખેતીમાાં ખેડાણ કરવુાં પડતુાં નથી લાબાં સમય સુધી આવક મેળવી શકાય છે, જે તેનુ  ખૂબ જ અગત્યનું પાસું હોવાથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટા પાયે આ ખેતી કરી રહ્યા છે.


બાગાયતી પાકોમાાં ફળફળાદી, શાકભાજી, મસાલા પાકો, ફુલછોડ પાકો, ઔ।ધીય/સુગંધિત પાકો તથા ચાના મેદાન તેમજ ચાના બગીચા વગેરેનો સમાવેશ કરવામાાં આવે છે. બાગાયતી ખેતીમાાં ફક્ત ખેડાણ જમીને જ ઉપયોગમાાં લેવાય તેમ નથી પરંતુ પડતર, કોતર, ગૌચર તેમજ અન્ય ખેતીલાયક પડતર જમીનમાાં પણ ટેકનોલોજીની મદદથી અને વૈજ્ઞાનિક ખેતીના અભિગમથી ફળપાકો, શાકભાજીપાકો, મસાલાપાકો તથા ઔષધીય પાકોનું વાવેતર કરી શકાય છે.


વિશ્વમાં ગુજરાત બાગાયત ખાતાની સફળતાનો ડંકો


ગુજરાત સરકારની અથાગ મહેનતના કારણે વિશ્વભરમાં ગુજરાત બાગાયત ખાતાની સફળતાનો ડંકો વાગી રહ્યો છે.



  • ગીરની કેસર કેરીને GI (Geographical Indication) ટેગ મળ્યું

  • પપૈયા, ચીકુ અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં દેશમાં પ્રથમ

  • જીરું, વરિયાળી, ભીંડા અને ચીકુના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ

  • કેળા, દાડમ અને પપૈયાના ઉત્પાદનમાં દેશમાં દ્વિતીય

  • ઈસબગુલના પ્રોસેસિંગ અન નિકાસમાં દુનિયામાં અગ્રેસર




બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા કયા પૂરાવાની પડશે જરૂર



  • 7-12નો ઉતારો

  • 8-અની નકલ

  • આધાર કાર્ડ

  • બેંક પાસબુક

  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર


બાગાયત સબસિડી યોજનાની અરજી કર્યા બાદ પ્રિંટ સાત દિવસમાં બાગાયત અધિકારીને જમા કરાવવાની રહે છે.