PM Modi Gujarat Visit:  પ્રધાનમંત્રી મોદીએ બનાસકાંઠા જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનેલી બીજી બનાસ ડેરીનું આજે PM નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે, 


60 કરોડના ખર્ચે તૈયાર થયો છે બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ


PM મોદીના બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્લાન્ટ 600 કરોડના ખર્ચે તૈયાર થયો છે. દુનિયાનું પહેલું 48 ટનની ક્ષમતાથી સજ્જ આ પ્લાન્ટમાં પોટેટો વેજિસ, પોટેટે ચિપ્સ,  ફ્રેંચ ફ્રાઈસ, આલૂ ટિકી વગેરે બનાવવામાં આવશે.   આ પ્લાન્ટમાં પીએમ મોદીએ વિવિધ માહિતી મેળવી હતી.






જૂન-2020માં ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-19ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. જેમાં વિશ્વના જુદા જુદા સાત દેશોની મશીનરી લગાવાઇ છે. આ પ્લાન્ટમાં 30 લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા કરવાની ક્ષમતા છે. જે વધારીને 50 લાખ લીટર પ્રતિદિન થઇ શકશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, 1 લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, 20 ટન પ્રતિદિન ખોવા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે.   


 






આ પણ વાંચોઃ


પીએમ મોદીએ બનાસકાંઠાના દિયોદરમાં બનાસડેરીના નવા પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, જાણો શું છે આ પ્લાન્ટની વિશેષતા