Gujarat Agriculture News:  આકસ્મિક સંજોગોમાં ખેડૂત ખાતેદારોને સહાય કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના ખેડૂત ખાતેદારોને આકસ્મિક સંજોગોમાં આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 1996 થી ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના અમલી બનાવી છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 136 ખેડૂત ખાતેદારોને રૂપિયા 264 લાખની સહાય ચૂકવાઇ છે.



આજે વિધાનસભા ખાતે કચ્છ જિલ્લામાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું કે, આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને આવરી લેવાયા છે. જેમાં અકસ્માતે મૃત્યુ, કાયમી અપંગતાના કિસ્સામાં સહાય ચૂકવાય છે.તેમજ ખાતેદાર ખેડૂતના સીધી લીટીના વારસદાર ખાતેદારને સહાય અપાય છે. આ માટે ખાતેદાર ખેડૂતોને કોઈ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી ખેડૂતો વતી વીમાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર ચૂકવે છે.


કેટલી ચૂકવાય છે સહાય

તેમણે ઉમેર્યું કે,આ યોજના હેઠળ મૃત્યુના કિસ્સામાં તેમજ બે હાથ-બે પગની અપંગતા હોય તો 100% સહાય. તેમજ એક આંખ - એક પગની અપંગતા આવે તો 50% સહાય ચૂકવવામાં આવે છે.


યોજનાનો લાભ લેવા શું કરવું


આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક,તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી,જિલ્લા કક્ષાએ મદદનીશ ખેતી અધિકારી,ખેતીવાડી અધિકારી તેમજ કૃષિ વિભાગની વેબસાઇટ પરથી ફોર્મ મેળવી ભરવાની હોય છે. આ માટે સહાય મેળવવા ઈચ્છતા ખેડૂત ખાતેદારોએ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ બાદ 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અરજી કરવાની હોય છે.અરજી કર્યાથી 60 દિવસમાં વીમાની ઉપલી કચેરી દ્વારા જરૂરી ચકાસણી બાદ સમય મર્યાદામાં સહાય ડી.બી.ટી.ના ધોરણો ખેડૂતોના ખાતામાં જમા કરાવાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.


તો ખેડૂતોને ક્યારેય નહીં મળે 13મો હપ્તો, હંમેશા માટે કપાઈ જશે નામ?


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે નાના ખેડૂતોને સમાજમાં એક નામ, એક ઓળખ મળી છે. આ યોજના હેઠળ દર વર્ષે લાભાર્થી ખેડૂતોને 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ નાણાં માત્ર યોગ્ય ખેડૂતોના ખાતામાં દર 4 મહિનાના અંતરાલમાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં જમા કરવામાં આવે છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન નિધિનો 13મો હપ્તો બહાર પાડ્યો છે. આ વખતે દેશભરમાં 8 કરોડથી વધુ ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળ્યો છે. DBT દ્વારા તેમના ખાતામાં 16,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. ધીમે-ધીમે ખેડૂતોને ફોન પર એસએમએસ દ્વારા હપ્તાની માહિતી મળી રહી છે. સારું રહેશે જો ખેડૂત તેના હપ્તાની અપડેટ સાથે તેનું સ્ટેટસ ચેક કરતા રહે, કારણ કે જો તમારા મોબાઈલ પર કોઈ શંકાસ્પદ મેસેજ આવી રહ્યો છે તો સમજી લેવું કે હવેથી તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકશો નહીં.