Dragon Fruit Farming Subsidy in Gujarat: ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો માટે તાજેતરમાં મોટી જાહેરાત કરી હતી. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું કે કમલમ ફળ એટલે કે ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂ.1000 લાખ તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને રૂ.650 લાખની આર્થિક સહાય કરવામાં આવશે.  રાજ્યમાં કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ)ના વાવેતર કરતા ખેડૂતો માટે i-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે.


કઈ તારીખ પહેલા કરશો અરજી


યોજનાનો લાભ મેળવવા અને વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીનો સંપર્ક કરવા જણાવાયું છે.  કમલમ્ ફળ (ડ્રેગન ફ્રૂટ)ના વાવેતર કરતાં ખેડૂતોએ સહાય માટે અરજી કરવાની અંતિમ તારીખ 08-08-2022 છે.


કયા પૂરાવાની પડશે જરૂર



  • 7/12, 8-અ નો ઉતારો

  • આધાર કાર્ડની નકલ

  • બેંક પાસબુક / રદ્દ કરેલો ચેક






આ ફ્રુટ મૂળ ક્યાંનું છે ? જાણો ખાવાથી શું શું થાય છે ફાયદા ?



  • વિકિપીડિયા મુજબ આ ફળ મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાનું ફળ છે. એશિયાઇ મૂળના લોકોમાં આ ફળ અત્યંત લોકપ્રિય છે. તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. આ ફળનો દેખાવ અત્યંત ઘાટા રંગનો અને ફૂલ મનમોહક હોય છે. સ્વાદ સિવાય આ ફળ વધુ પ્રમાણમાં પાણી અને તત્ત્વો ધરાવે છે, જે દૈનિક આહારમાં જરૂરી હોય છે.

  • ડ્રેગન ફ્રૂટમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ, ફાઈબર્સ અને વિટામિન સી હોય છે. તે ઘણા ગંભીર રોગોથી રિકવરીમાં કરવામાં મદદ કરે છે. બીટા કેરોટિન અને લાયકોપીન પણ ડ્રેગન ફળમાં જોવા મળે છે. કેરોટીનોઇડ રિચ ખોરાક લેવાથી કેન્સર અને હ્રદયરોગનું જોખમ ઓછું થાય છે. ડ્રેગન ફળ તમારી રોગપ્રતિકારક શક્તિને તેમજ તમારા પેટને મજબૂત બનાવે છે. જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો પણ, ડ્રેગન ફ્રૂટ તમારા માટે શ્રેષ્ઠ છે.

  • ડ્રેગન ફ્રૂટમાં કુદરતી એન્ટીઓકિસડન્ટ પ્રભાવની સાથે સાથે ફ્લેવોનોઈડ્સ, ફિનોલિક એસિડ્સ, એસ્કોર્બિક એસિડ અને ફાઇબર હોય છે. આ બધા તત્વો લોહીમાં સુગરની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જો લોકો ભવિષ્યમાં ડાયાબિટીઝના જોખમને ટાળવા માંગતા હોય તો ડ્રેગન ફ્રૂટનું સેવન કરવું જોઈએ.

  • ડ્રેગન ફળમાં જોવા મળતા નાના કાળા દાણાઓ ઓમેગા -3 અને ઓમેગા -9 ફેટી એસિડ્સના સારા સ્રોત છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે. ડ્રેગન ફ્રૂટ ટોટલ કોલેસ્ટરોલ, ટ્રાઇગ્લિસરાઇડ અને નીચા ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. તો, તે સારા કોલેસ્ટરોલને વધારવામાં પણ મદદ કરી શકે છે.

  • ડ્રેગન ફ્રૂટ પાચનને તંદુરસ્ત રાખે છે. તેઓ પેટ અને આંતરડાના સારા માઇક્રોબાયોમને પ્રોત્સાહન આપે છે. આ પેટ અને આંતરડાને લગતા વિકારોને દૂર રાખવામાં અને પેટ અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. ડ્રેગન ફ્રૂટ ફાઇબર અને ઘણા બધા વિટામિન્સથી ભરપૂર હોય છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરી શકે છે.

  • ડ્રેગન ફ્રૂટ એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ છે અને સંધિવાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ડ્રેગન ફ્રૂટ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનો સારો સ્રોત હોવાથી તેનો ઉપયોગ હાડકાં અને દાંત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડ્રેગન ફ્રૂટમાં હાજર મેગ્નેશિયમ હાડકા અને દાંત માટે પણ ફાયદાકારક હોઈ શકે છે.