Gujarat Agriculture News:  ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જગતના તાતની હાલત ખરાબ થઈ ગઈ છે.  આ દરમિયાન વલસાડના ડુંગરી ગામના શાકભાજીના પાક પર ખેડૂતે ટ્રેકટર ફેરવ્યું છે. બજારમાં શાકભાજીના યોગ્ય ભાવના મળતા ખેડૂતે પાક પર ટ્રેકટર ફેરવી દીધું. બજારમાં મણના માત્ર 100 થી 150 રૂપિયા મળતા ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે. દવા અને મહેનત સહિતનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. ભાવ કરતાં બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ વધુ થઈ રહ્યો હોવાથી ખડૂતે આ પગલું ભર્યું હતું.


હવામાન વિભાગે દેશના વિવિધ ભાગોમાં કરા સાથે હળવા વરસાદની આગાહી કરી


રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ જારી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતને કારણે દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદની સાથે કરા પડ્યા હતા. ભારતીય હવામાન વિભાગે દેશના વિવિધ ભાગોમાં કરા સાથે હળવા વરસાદની આગાહી કરી છે.


દિલ્હીમાં આજે વરસાદની સંભાવના છે, જેના માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાપમાન પર નજર કરીએ તો આજે મહત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી રહી શકે છે. 21 માર્ચે દિલ્હીમાં તાપમાન સરખું જ રહેશે અને વરસાદની સંભાવના છે.


ઉત્તર પ્રદેશના આ ભાગોમાં કરા પડવાની સંભાવના છે.


 


ઉત્તર પ્રદેશના લખનૌ શહેરથી લઈને બારાબંકી, રાયબરેલી, આગ્રા, આંબેડકરનગર, ગોડા, બાંદા, એટા, ફતેહપુર, કૌશામ્બી, ફતેહપુર સહિત ઉન્નાવ, કાનપુર સુધી, હવામાન વિભાગે કરા પડવાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે (21 માર્ચ) હવામાન આવું જ રહેશે અને 22 માર્ચથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 24 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જો આપણે તાપમાન પર નજર કરીએ, તો મહત્તમ 24 ડિગ્રી સુધી રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી પહોંચી શકે છે.


ઉત્તરાખંડમાં પણ કરા પડી શકે છે


પૂર્વ ભારતની વાત કરીએ તો, પશ્ચિમ બંગાળ, ઉત્તર પૂર્વમાં 23 માર્ચ સુધી મધ્યમ વરસાદની સંભાવના છે અને તેજ પવન ચાલુ રહેશે. તે જ સમયે, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરામાં 21 માર્ચ સુધી ભારે વરસાદનું એલર્ટ છે. આ સિવાય હવામાન વિભાગે ઉત્તરાખંડમાં વરસાદની સાથે કરા પડવાની પૂરી સંભાવના જારી કરી છે.