Kesar Mango Price: કેસર કેરીની ગઢ ગણાતા તાલાલા માર્કેટીંગ યાર્ડમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ બોક્સની આવક થઈ છે. 26 એપ્રિલથી હરાજીનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે 3740 બોક્સની આવક થઈ હતી. 10 કિલો બોક્સનાં 1450 રૂપિયા ભાવ બોલાયો હતો. અત્યાર સુધીની વાત કરીએ તો આશરે 60 હજારથી વધુ બોક્સની આવક થઈ હતી. જોકે કેટલાક દિવસથી રોજ 500 થી 600 બોક્સની આવક વધી છે.


શું છે 10 કિલોનો ભાવ


15 મેના ભાવની વાત કરીએ તો આ દિવસે 6460 બોક્સ વેંચાણ માટે આવ્યા હતા. 10 કિલોના બોક્સ 1300ના ભાવે વેંચાયુ હતું અને નીચો ભાવ 625 રૂપિયા રહ્યો હતો. જો કે, આ વર્ષે તાલાલાની કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ ન થતી હોવાનું જાણવા મળી રહ્યું છે.


વંથલી- કેશોદની કેરી 10 દિવસ બાદ આવશે -સૌપ્રથમ બજારમાં તાલાલા પંથકમાંથી કેસર કેરીની આવક શરૂ થતી હોય છે. જો કે, કેશોદ અને વંથલી પંથકની વાત કરીએ તો અહીંયા પાક પાછોતરો હોય જેથી ઉતારો પણ મોડો શરૂ થતો હોય છે. ત્યારે જ હાલની સ્થિતીની વાત કરીએ તો જાણકારોના મતે આ પંથકની કેરી હજુ આશરે 10 થી 15 દિવસ બાદ બજારમાં વેંચાણ માટે આવશે. ખેડૂતો પણ સારા ભાવની આશા રાખી રહ્યાં છે.


કેરીના ઉત્પાદનનાં અંદાજો ખોટા ઠર્યા - ગીર વિસ્તારમાં આ વર્ષે કેસર કેરીના પાકની ઉત્પાદનની સ્થિતી અંગે અનુભવી ખેડૂતો સહિત વેપારીઓના અંદાજ પણ પ્રતિકુળ વાતાવરણે ખોટા પાડી દીધા. કે કેસર કેરીનો પાક અંદાજ કરતા પણ ઓછો હોવાનું હાલ કેરીમા થઈ રહેલી આ‌વકમાં જોવા મળી રહ્યું છે.


ગત વર્ષે 142 ટન કેરી વિદેશ મોકલાઈ’તી


ગત વર્ષે તાલાલા પંથકમાંથી અંદાજે 142 ટન કેરી યુએસ, ઓસ્ટ્રેલીયા, શીંગાપુર સહિતના દેશોમાં એકસ્પોર્ટ કરાઈ હતી. જો કે, આ વર્ષે તે થઈ શક્યું નથી. સરેરાશ દર વર્ષે 300 ટન કેરી વિદેશ જતી હોવાનું જાણવા મળી રહ્યું છે.


કારણો શું ? - જાણવા મળતી વિગત મુજબ આ વર્ષે કેરી વિદેશ મોકલવા માટે ફ્લાઈટનો પણ પ્રશ્ન છે. આ ઉપરાંત ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ વાતાવરણના લીધે એકસ્પોર્ટ લાયક કેરી પણ ઓછી મળી રહી છે.