Kisan Credit Card : ભારતમાં આજે પણ પણ મોટી સંખ્યામાં લોકો ખેતી પર નિર્ભર છે. માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર દેશના ખેડૂતો માટે વિવિધ યોજનાઓ લઈને આવે છે. ખેડૂતોની મદદ માટે સરકાર PM કિસાન યોજના, PM કુસુમ યોજના, કિસાન ટ્રેક્ટર યોજના, પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ વગેરે જેવી ઘણી યોજનાઓ લાવી છે. આ તમામ યોજનાઓનો હેતુ ખેડૂતોને આર્થિક મદદ કરવાનો છે. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ એક એવી યોજના છે જેના દ્વારા ખેડૂતોને પશુપાલન, કૃષિ, ડેરી ફાર્મિંગ વગેરે માટે સસ્તા દરે લોન મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડ એક નિશ્ચિત સમય મર્યાદા માટે જારી કરવામાં આવે છે અને જ્યારે તે એક્સપાયર થઈ જાય છે ત્યારે તેને ફરીથી આપવું પડે છે.


ખેડૂતો ઘરે બેઠા તેમની ક્રેડિટ રિન્યુ કરી શકે છે


દેશની કેટલીક બેંકો તેમના ગ્રાહકોને ઓનલાઈન ક્રેડિટ કાર્ડ રિન્યુઅલની સુવિધા આપી રહી છે. આ બેંકોમાંની એક છે ઈન્ડિયન બેંક છે. તાજેતરમાં જ બેંકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આ બાબતે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે હવે ખેડૂતો સરળતાથી ઘરે બેસીને કિસાન ક્રેડિટ કાર્ડને રિન્યૂ કરી શકશે. આ મામલે ઇન્ડિયન બેંકે ટ્વીટ કરીને કહ્યું છે કે, અમે તમારા સમયનું મહત્વ સમજીએ છીએ. તમે તમારા કિસાન ક્રેડિટ કાર્ડને ઘરે બેઠા રિન્યૂ કરી શકો છો. આ માટે તમારે કેટલાક દસ્તાવેજો પુરા પાડવાના રહેશે.


ઘરે બેઠા કિસાન ક્રેડિટ કાર્ડ રિન્યુ કરવાની સરળ રીત


1. આ માટે બેંકની કિસાન ક્રેડિટ કાર્ડ નવીકરણ વેબસાઇટ https://www.indianbank.in/departments/digital-lending/ ની લિંક પર ક્લિક કરો.
2. ત્યાર બાદ Apply For KCC Digital Renew વિકલ્પ પર જવું.
3. આગળ તમે તમારી ભાષા પસંદ કરો.
4. ત્યાર બાદ તમારો KCC નંબર દાખલ કરો અને લોગિન કરો.
5. બાદમાં દર્શાવેલી તેમામ વિગતો બરી કાર્ડને રિન્યુ કરો.


KCC ઑફલાઇન પણ રિન્યૂ કરી શકાય છે


માત્ર ઓનલાઇન જ નહીં પણ ઓફલાઈન રહીને પણ કિસાન ક્રેડિટ કાર્ડને રિન્યુ કરી શકાય છે. આ માટે બેંકના કેસીસી કાર્ડ લઈ બેંકમાં જવું અને ત્યાં રિન્યૂ ફોર્મ ભરવું.  ત્યાર બાદ તમારે બેંકમાં કેટલાક દસ્તાવેજો સબમિટ કરવાનું કહેશે. થોડા દિવસો બાદ તમારું ક્રેડિટ કાર્ડ રિન્યુ થઈ જશે. આવી જ રીતે તમે એસબીઆઈ, બીઓબી, પીએનબી જેવી કોઈપણ બેંકમાં કાર્ડ રિન્યૂ કરી શકો છો.


શું છે કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદાઓ? 


કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે સરકાર ખેડૂતોને રૂપિયા 3 લાખ સુધીની લોન આપે છે. આ લોન પર ફક્ત 4 ટકા જ વ્યાજ લેવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા કૃષિ સંબંધિત કોઈપણ કામ માટે ખેડુતો પૈસા ખર્ચ કરી શકે છે. આ સાથે ખેડુતો ખાતર, બીયારણ વગેરે કામ માટે પણ લોન લઈ શકે છે. પ્રધાન મંત્ર કિસાન સમ્માન નિધિ (PM Kisan Scheme)ના લાભાર્થીઓને કેસીસી માટે અરજી કરવી સરળ બની છે. હવે પીએમ કિસાનના લાભાર્થીઓ પણ સરળતાથી કેસીસી માટે અરજી કરી શકે છે.