Kisan Credit Card: જો તમે ખેડૂત છે અને ડેરી ફાર્મિંગ કરો છો ક્રિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત બે લાખ રૂપિયા લઈ શકો છો. જેનાથી પશુપાલનમાં મદદ મળશે. કેન્દ્ર સરકારે 1 જૂન 2020 થી 31 ડિસેમ્બર 2020 દરમિયાન ડેરી સહકારી સમિતિઓ અને દૂધ ઉત્પાદક કંપનીઓ જોડાયેલા ડેરી ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવા માટે વિશેષ અભિયાન આયોજિત કર્યુ હતું. જે અંત્રદત14,80,355 કેસીસી સ્વીકારવામાં આવ્યા હતા અને 24 માર્ચ 2022 સુધી 10,974 કરોડ ખર્ચ કરાયા. તેમ પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપલાએ લોકસભામાં જણાવ્યું હતું. સરકાર પશુપાલન દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાનો પ્રયત્ન કરી રહી છે.


કેવી રીતે બનાવી શકાય છે કિસાન ક્રેડિટ કાર્ડ


કિસાન ક્રેડિટ બનાવવા પીએમ કિસાનની વેબસાઇટ પર અરજી પત્રને ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરી બેંકમાં જમા કરાવો. આ માટે ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ તથા આધાર કાર્ડમાંથી કોઈ એકની કોપી લગાવો. કોઈ અન્ય બેંકમાં ઋણ નહીં હોવાનું એફિડેવિટ લગાવો અને ફોટા સાથે જમા કરાવો. કોમન સર્વિસ સેંટર દ્વારા પણ અરજી કરી શકાય છે.


નહીં લાગે પ્રોસેસિંગ ફી


કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે ખેડૂતોને પ્રોસેસિંગ ફી અને લેઝર ફોલિયો ચાર્જ તરીકે પહેલા પાંચ હજાર રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. પરંતુ હવે સરકારે અરજીકર્તાની સગવડતા માટે ખતમ કરી દીધી છે. જોકે આ છૂટ માત્ર ત્રણ લાખ રૂપિયા સુધીની કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા પર મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડથી મળતી લોનનું વાર્ષિક વ્યાજ માત્ર ચાર ટકા છે. યોજના અંતર્ગચ ગેરંટી વગર 1.60 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે.


દેશમાં કેટલું છે પશુધન


20મી પશુધન ગણના મુજબ ભારતમાં કુલ પશુધનની વસતિ 536.76 મિલિયન છે. 2012ની તુલનાએ 4.8 ટકા વધારે છે. ગ્રામિણ વિસ્તારમાં 514.11 જ્યારે શહેરી વિસ્તારમાં 22.65 મિલિયન છે.આ પશુ ભારતના ગ્રામીણ અર્થતંત્રનો મોટો આધાર છે. તેથી સરકાર પશુપાલકોને પૈસા આપીને આ વિસ્તારને વધુ મજબૂત કરવા માંગે છે.