Kisan Parivahan Yojana : ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો, વાહનો માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન છે.


ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટયાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતાં ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવે છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2022 બહાર પાડવામાં આવી છે. આવા વાહન ખરીદવા માટે સરકાર તરફથી સબ્સિડી આપવામાં આવે છે. કિસાન પરિવહન યોજના એટલે કૃષિ ઉપજો સમયસર અને પોતાની અનુકૂળતાએ બજારમાં વેચવા માટે વાહન વ્યવસ્થા અને સાથે જ માલવાહક વાહન ભાડે ફેરવીને પૂરક આવકનો સ્ત્રોત પણ.  


કોણ લઈ શકે છે લાભ અને કેટલી મળે સબ્સિડી


ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો આ યોજનામાં લાભ લઈ શકે છે  નાના, સીમાંત, મહિલા, SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35 %અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે અને સામાન્ય તથા અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે સબ્સિડી મળે છે.






એક વખત લાભ લીધા પછી બીજી વાર ક્યારે મળે સબ્સિડી?



  • આ યોજનાનો લાભ ગુજરાતનાં ખેડૂતોને મળી શકે છે

  • ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ તથા પોતાની જમીનનું રેકોર્ડ અથવા 7/12 ના ઉતારાની નકલ હોવી જોઈએ

  • ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે

  • જો એક વાર લાભ મળ્યો હોય તો ઓછામાં ઓછા પાંચ વર્ષ બાદ બીજી વાર લાભ મેળવી શકે છે


સબ્સિડી ત્યારે જ મળશે જ્યારે આ શરતો પૂરી કરશો



  • આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.

  • ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્‍સ ધરાવતો હોવો જોઈએ.


કયા દસ્તાવેજની પડશે જરૂર?



  • જમીનની 7-12ની નકલ

  •  રેશનકાર્ડની નકલ

  •  આધારકાર્ડની નકલ

  •  SC અથવા ST કેટેગરીના ખેડૂત હોવ તો તેનું સર્ટિફિકેટ

  •  લાઈસન્‍સ

  •  બેંક ખાતાની પાસબુક

  •  મોબાઈલ નંબર

  •  ટ્રાઈબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)

  •  આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો


આ પણ વાંચોઃ


Mulching Farming: મલ્ચિંગ એટલે શું ? જાણો આ પદ્ધતિથી ખેતી કરવાથી શું થાય છે લાભ