Plug Nursery Scheme: ગુજરાતના ઘણા ખેડૂતો આજે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી કરતા થયા છે. જેમાંની એક પ્લગ નર્સરી છે. સારૂ ગુણવત્તાયુક્ત બિયારણ કે જેને ધરૂ ઉછેરવા માટે ઉપયોગમાં આવતી પ્લાસ્ટિક ટ્રેમાં વાવી વાતાનુકૂલિત નર્સરીમાં ઉછેરી ગુણવત્તા યુક્ત અને તંદુરસ્ત ધરૂનું મોટાપાયે  ઉત્પાદન કરવામાં આવે છે. જેને પ્લગ નર્સરી કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં શાકભાજી,ફૂલ છોડ કે પપૈયા જેવા ફળ પાકોના ધરૂ પોલી/ઇન્સેક્ટનેટ હાઉસમાં જમીનની જગ્યાએ પ્લાસ્ટિકની કે થર્મોકોલની ડિશમાં ગ્રોઈંગ મીડિયા તથા યોગ્ય ખાતર અને પિયત વ્યવસ્થા સાથે તૈયાર કરવામાં આવે છે.

Continues below advertisement

પ્લગ નર્સરી એટલે ઓછો બિયારણ ખર્ચ, તંદુરસ્ત અને રોગમુક્ત પાક, ઉચ્ચ ગુણવત્તાયુક્ત એકસમાન છોડ, ફેરરોપણી બાદ ઝડપી વિકાસ, જગ્યાનો બચાવ, નિંદામણથી મુક્તિ, માનવબળનો બચાવ અને આધુનિક તકનીક.

 કેવી રીતે કરવામાં આવે છે પ્લગ નર્સરી

Continues below advertisement

પ્લગ નર્સરી પદ્ધતિમાં પ્લાસ્ટિકના કપના આકારના બીબાંવાળી ટ્રેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રેમાં છાણિયું ખાતર, વર્મિકમ્પોસ્ટ, કોકોપીટ, રેતી અને ખેતરની માટીનું સપ્રમાણ મિશ્રણ ઉપયોગમાં લેવામાં આવે છે. - આર્થિક ઉપાર્જન માટે અને રોજગારલક્ષી નર્સરી એકમ સ્થાપવામાં આવ્યો હોય તો આ સામગ્રીઓને ઓટોમેટિક મિશ્ર કરીને ટ્રેમાં ભરી શકાય તેવા ઓટોમેટિક રોટરી મશીનનો ઉપયોગ કરવામાં આવે છે

પ્લગ નર્સરીના ફાયદા

  • બિયારણનો બચાવ થાય
  • ધરૂની જીવંત રહેવાની ક્ષમતા
  • એક સમાન છોડ
  • જગ્યાનો બચાવ
  • ફેર રોપણી બાદ ઝડપથી વિકાસ
  • નિંદામણ મુક્ત ધરૂ
  • માનવ બળનો બચાવ