Gujarat Agriculture News: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેને કારણે ખેડૂતો ગેલમાં આવી ગયા છે. છેલ્લા 6 દિવસથી સારો વરસાદ વરસતા ખેડૂતો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહે છે, સાથે જ ચોમાસુ ડાંગરની વાવણીની શરૂઆત કરતા વરસાદે હાથ તાળી આપતા હવે ખેડૂતોની ચિંતા વધી છે.


ડાંગર અને શેરડી છે નવસારી જિલ્લાનો મુખ્ય પાક

નવસારી જિલ્લાનો મુખ્ય પાક ડાંગર અને શેરડીની હાલ રોપણીની શરૂઆત ખેડૂતોએ કરી દીધી છે. નવસારી જિલ્લામાં 40,000 હેક્ટરમાં ચોમાસુ ડાંગરની રોપણી કરવામાં આવે છે. ખાસ કરીને ચોમાસુ ડાંગર ઉપર નવસારીના મોટાભાગના ખેડૂતો નિર્ભર રહે છે. વાવણી લાયક વરસાદની શરૂઆત થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ બે દિવસથી નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લેતા હવે ખેડૂતો દ્વારા લેવામાં આવેલા ડાંગરના પાકને નુકસાન થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે.




વરસાદ ખેંચાશે તો ધરતીપુત્રોને થશે નુકસાન


 સારા વરસાદમાં જ ખેડૂતોએ પોતાના ખેતરમાં ધરું નાખી વાવણીની શરૂઆત કરી હતી. પહેલા છ દિવસ સારા વરસાદના કારણે ખેડૂતોને આશા હતી કે આ વખતે ડાંગરનો પાક સારો રહેશે પરંતુ ખેડૂતોની આ આશા   
નવસારી જિલ્લામાં ચોમાસા ડાંગર ઉપર મોટાભાગના ખેડૂતો નભે છે અને જયા અને ગુજેરી નામનું ડાંગર સૌથી ઉત્તમ માનવામાં આવે છે પરંતુ આ વખતે છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લામાં વરસાદના વરસતા હવે જમીનમાં નાખવામાં આવેલ ધરું વાળ્યું સુકાઈ જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતોએ ડાંગરની વાવણી પાછળ હેકટર દીઠ 8000 રૂપિયાનો ખર્ચ કર્યો છે અને અંદાજિત પાંચ હેક્ટરથી વધુમાં એક ખેડૂત પોતાનું ડાંગરનો પાક લેતો હોય છે. એવામાં જો  હવે આગામી બે થી ત્રણ દિવસમાં જો વરૂણદેવ મહેરબાન નહીં થાય તો ખેડૂતોએ અંદાજિત 1 લાખ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.





આ વખતે વર્ષની શરૂઆતમાં જ કમસમી વરસાદ અને ત્યારબાદ બીપરજોય વાવાઝોડાના કારણે ખેડૂતોને પહેલા જ નુકસાન થયું છે, એવામાં હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ત્યારે હવે જિલ્લામાં સારો વરસાદ પડે અને સારી વાવણી થાય અને સારો પાક મળે એવી ખેડૂતો આશા કરી રહ્યા છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી એ પણ ખેડૂતો માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે.