Organic Fertilizer: કેમિકલથી વધારે શક્તિશાળી છે જીવામૃત, પાકને આપશે અમૃત જેવી શક્તિ, જાણો બનાવવાની રીત
Making of Organic Pesticide: ઓર્ગેનિક ખેતીથી ખર્ચની બચત થાય છે. સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. આ ચમત્કારની પાછળ જૈવિક સંસાધનોમાંથી બનાવવામાં આવેલા જીવામૃતનું યોગદાન છે.
Continues below advertisement

જીવામૃત
Organic farming Special : બજારમાં ઓર્ગેનિક ઉત્પાદનોની વધતી જતી માંગને કારણે હવે ખેડૂતો પાક ઉગાડવા માટે ઓર્ગેનિક ખેતી પણ અપનાવી રહ્યા છે. ઓર્ગેનિક ખેતીથી ખર્ચની બચત થાય છે. સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. આ ચમત્કારની પાછળ જૈવિક સંસાધનોમાંથી બનાવવામાં આવેલા જીવામૃતનું યોગદાન છે. જેના ઉપયોગથી પાકનો વિકાસ ઝડપી બને છે અને પાકમાં જીવજંતુઓ તથા રોગો થવાની સંભાવના પણ દૂર થાય છે. ખૂબ જ ઓછા ખર્ચે બનતું જીવામૃત જમીનને સોનામાં ફેરવી નાખે છે અને પાકને અમૃતની જેમ શુદ્ધ કરે છે.
Continues below advertisement
આવી રીતે બનાવો જીવામૃત
ટ્રેન્ડિંગ

સરકાર આ ખેડૂતોને દર મહિને આપે છે 3000 રૂપિયા, જાણો તમે આ યાદીમાં સામેલ છો કે નહીં

PM Kisan Nidhi Yojna: પ્રધાનમંત્રી કિસાન યોજનાના 20 માં હપ્તા પર સસ્પેન્સ, 18 જુલાઈએ મળી શકે છે ખુશખબરી

'બાબર ક્રૂર વિજેતા, અકબર સહિષ્ણુ, ઔરંગઝેબ મંદિર-ગુરુદ્વારા તોડનારો', NCERT એ ધોરણ-8 ના પુસ્તકોમાં કર્યા ફેરફારો

આ તારીખે આવી શકે છે ખેડૂતોના ખાતામાં 2000 રૂ.નો હપ્તો, જાણો પીએમ કિસના યોજનાના લેટેસ્ટ અપડેટ વિશે...
ક્યાં ખેડૂતોને મળે છે પીએમ પાક વીમા યોજનાનો લાભ, જાણી લો શું છે નિયમ
જગતના તાતને વળતર: રાજકોટ, જામનગર, અમરેલી સહિત 6 જિલ્લાના ખેડૂતોને મળશે ફાયદો, સરકારે સહાય જાહેર કરી
ખેડૂત ભાઈઓ કે જેઓ આ વખતે તેમના પાકની જૈવિક ખેતી કરવા માંગે છે તેઓ ઘરે જ જીવામૃત, જૈવિક ખાતર અને જૈવિક જંતુનાશકો બનાવી શકે છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવતી મોટાભાગની વસ્તુઓ ખેડૂતોના ઘરમાં હાજર હોય છે. આવો જાણીએ તેને બનાવવાની રીત –
- જીવામૃત બનાવવા માટે પહેલા 10 લીટર ગૌમૂત્ર, 3 કિલો ગોળ, 5 કિ.ગ્રા. ગાયનું છાણ અને 2 કિ.ગ્રા. બેસન અને પ્લાસ્ટિકનું કન્ટેનર લો.
- સૌ પ્રથમ એક અલગ વાસણમાં 3 કિલો ગોળને પીસીને એટલા જ પાણીમાં ઓગાળી લો.
- પાત્રમાં ગૌમૂત્ર અને બેસન ઉમેરીને દરેક ગઠ્ઠા ઓગળી જાય તેવું મિશ્રણ તૈયાર કરો.
- જે બાદ છાણ અને પાણીમાં ઓગળેલા ગોળનું મિશ્રણ ઉમેરો, લાકડીઓની મદદથી દ્રાવણને મિક્સ કરો
- છેલ્લે 2 કિલો બેસન મિક્સ કરીને લાકડીની મદદથી થોડી વાર માટે હલાવીને બરાબર મિક્સ કરો.
- આ દ્રાવણમાં થોડું પાણી ઉમેરીને તેને 7 દિવસ સુધી ઢાંકીને રોજ લાકડીઓની મદદથી ફેરવતાં રહો.
- 7 દિવસ પછી આ દ્રાવણનો ઉપયોગ છોડ પર જંતુનાશક અને પોષણ તરીકે થઈ શકે છે.
શું છે જીવામૃતના ફાયદા
- ખેતરોમાં જીવામૃત છોડના મૂળને ઓક્સિજન લેવામાં મદદ કરે છે.
- જીવાામૃતનો ઉપયોગ કમ્પોસ્ટિંગમાં પણ થાય છે, તે અળસિયાની સંખ્યા વધારવામાં પણ મદદ કરે છે.
- તેનો ઉપયોગ છોડને પોષક તત્વો શોષવામાં પણ મદદ કરે છે.
- જીવામૃત જમીનની ફળદ્રુપતા તેમજ પાકનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
- આનાથી પાકને ઉગાડતા સૂક્ષ્મજીવો, જીવાણું અને બેક્ટેરિયા ઝડપથી કામ કરે છે.
- તેના ઉપયોગથી જમીન નરમ પડે છે, જે મૂળિયાને ફેલાવવામાં મદદ કરે છે.
- જીવામૃતનો ઉપયોગ ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવવામાં પણ મદદ કરે છે.
- જીવામૃત બીજના અંકુરણ અને પાંદડાને લીલા બનાવવામાં ઘણી મદદ કરે છે.
- તેના ઉપયોગથી ઉગાડવામાં આવતા શાકભાજી, ફળો અને અનાજનો સ્વાદ અલગ હોય છે.
Continues below advertisement