PM Kisan 19th Instalment Date: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) ના લાભાર્થીઓ 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ રકમ ખેડૂતોના બેન્ક ખાતામાં 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોને યોજનાના 18 હપ્તા મળ્યા છે.


19મો હપ્તો ક્યારે મળશે?


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં રિલીઝ થઈ શકે છે. જો કે, આ તારીખને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓક્ટોબર 2024ના રોજ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં યોજનાનો 18મો હપ્તો જાહેર કર્યો હતો. ત્યારથી 2 મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે અને ખેડૂતો આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


પીએમ કિસાન યોજનાના લાભાર્થી કેવી રીતે બનશો?


PM Kisanની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર લોગ ઇન કરો.


હોમપેજ પર 'New Farmer Registration' પર ક્લિક કરો.


આધાર અને મોબાઈલ નંબર દાખલ કરો.


તમારું આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને બેન્ક ખાતાની વિગતો દાખલ કરો.


જરૂરી દસ્તાવેજો અપલોડ કરો


જમીનની માલિકીનો પુરાવો અને બેન્ક પાસબુક જેવી જરૂરી માહિતી અપલોડ કરો.


અરજી સબમિટ કરો


ચકાસણી અને મંજૂરી


તમારી અરજીની ચકાસણી બાદ તેને મંજૂર કરવામાં આવશે.


મંજૂરી પછી તમે યોજના હેઠળ લાભાર્થી બનશો અને તમને હપ્તા મળવાનું શરૂ થશે.


યોજનાના મુખ્ય લાભો


આ યોજના હેઠળ ખેડૂતોના બેન્ક ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે. 6,000 રૂપિયા વાર્ષિક સહાય ખેડૂતોને આર્થિક રાહત પૂરી પાડે છે. લાભાર્થી બનવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક છે.                                                                                                                 


મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે