PM Kisan Samman Nidhi: દેશભરના લાખો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર તરફથી વાર્ષિક ₹6,000ની નાણાકીય સહાય મળે છે. આ પૈસા સીધા તેમના બેન્ક ખાતામાં ત્રણ હપ્તામાં એટલે કે, દર ચાર મહિને 2,000 ટ્રાન્સફર કરવામાં આવે છે. તાજેતરમાં સરકારે યોજનાનો 24મો હપ્તો પણ બહાર પાડ્યો છે.

Continues below advertisement

જોકે, ખેડૂતોને ઘણીવાર સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કોઈ ખેડૂતે પોતાનો જૂનો મોબાઇલ નંબર ઈન એક્ટિવ થઈ ગયો છે અથવા નવો મેળવ્યો હોય, તો તેઓ વિચારે છે કે પીએમ કિસાનમાં પોતાનો મોબાઇલ નંબર કેવી રીતે બદલવો. સદનસીબે ખેડૂતો તેમના ઘરેથી તેમનો મોબાઇલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકે છે.

Continues below advertisement

પીએમ કિસાનમાં મોબાઇલ નંબર શા માટે જરૂરી છે?

પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવા માટે મોબાઇલ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. હપ્તાની માહિતી, એપ્લિકેશન અપડેટ્સ અને e-KYC સંબંધિત મેસેજ આ નંબર પર મોકલી શકાય છે. યોજના સંબંધિત ઘણી ઓનલાઈન સેવાઓ ઓળખ ચકાસવા માટે OTP પણ મોકલે છે. આવી સ્થિતિમાં, જો ખેડૂતનો જૂનો મોબાઇલ નંબર ઈન એક્ટિવ થઈ ગયો હોય અથવા હવે ઉપયોગમાં ન હોય તો તેણે પોતાનો નવો નંબર અપડેટ કરવો જોઈએ.

ઘરેથી તમારો મોબાઇલ નંબર કેવી રીતે બદલવો?

સૌપ્રથમ સત્તાવાર PM કિસાન વેબસાઇટ, pmkisan.gov.inની મુલાકાત લો.વેબસાઇટના હોમપેજ પર Farmer Corner સેક્શનમાં  જાઓ.ત્યારબાદ અપડેટ મોબાઇલ નંબર વિકલ્પ પર ક્લિક કરો.હવે તમારો નોંધણી નંબર અથવા અન્ય વિનંતી કરેલી માહિતી દાખલ કરો.સ્ક્રીન પર પ્રદર્શિત કેપ્ચા કોડ દાખલ કરો અને શોધ પર ક્લિક કરો.પછી, તમારી ઓળખની પુષ્ટિ કરવા માટે પોર્ટલ પરના પગલાં પૂર્ણ કરો.ચકાસણી પૂર્ણ થયા પછી, તમારો નવો મોબાઇલ નંબર દાખલ કરો.જો OTP મેળવો વિકલ્પ દેખાય તો તેના પર ક્લિક કરો. નવા નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો.છેલ્લે અપડેટ પર ક્લિક કરો. આ તમારા નવા મોબાઇલ નંબરને અપડેટ કરશે.

જો જૂનો નંબર ઈન એક્ટિવ થઈ ગયો હોય તો શું કરવું?

જો તમારો જૂનો મોબાઇલ નંબર ઈન એક્ટિવ થઈ ગયો હોય અને તમને OTP ન મળી રહ્યો હોય તો ગભરાશો નહીં. આવી સ્થિતિમાં પોર્ટલ પર ઉપલબ્ધ અન્ય ચકાસણી વિકલ્પોને જોવો. જો નંબર ઓનલાઈન અપડેટ ન થઈ શકે, તો તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC), પબ્લિક સર્વિસ સેન્ટર અથવા કૃષિ વિભાગની ઓફિસનો સંપર્ક કરો. તેઓ આગળની પ્રક્રિયા અંગે માહિતી આપી શકે છે.