PM Kisan Scheme: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં પહોંચી ગયો છે. ખેડૂતો 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મોટી સંખ્યામાં અયોગ્ય ખેડૂતો યોજનાનો લાભ લઈ રહ્યા હતા. કેન્દ્ર સરકારે આવા ખેડૂતોની છટણી શરૂ કરી છે. કેન્દ્ર સરકાર અયોગ્ય ખેડૂતો પાસેથી હપ્તા પણ વસૂલ કરી રહી છે. આ સાથે, આવા ખેડૂતોને એક તક પણ આપવામાં આવી છે કે PM-કિસાન પોર્ટલ પર જઈને, ખેડૂતો ખોટી રીતે લીધેલા હપ્તાનો લાભ લીધો હોય તેને પરત કરી શકે છે. હવે ખેડૂતોની સામે એવી સમસ્યા સામે આવી છે કે ખેડૂતો ઇચ્છવા છતાં ઓનલાઇન રિફંડ આપી શકતા નથી.
ઓનલાઇન રિફંડ સિસ્ટમ છે under maintenance
કેન્દ્ર સરકારે પીએમ કિસાન પોર્ટલ પર ઓનલાઈન રિફંડનો વિકલ્પ આપ્યો છે. ખેડૂતો આ વિકલ્પ પર જઈ રહ્યા છે. પરંતુ તેમને રિફંડ આપવાના નામે નિરાશા સાંપડી છે. ખેડૂતોની ઓનલાઇન રિફંડ કરવા માટે ઓપ્શન પર ક્લિક કરે છે ત્યારે Page is under maintenance. It will be made available soon લખેલું આવે છે. અધિકારીઓનું કહેવું છે કે પેજનું મેંટનેંસ કરવાનું કામ ચાલી રહ્યું છે. તે પૂરું થયા બાદ જલદી રિફંડ કરવાનો ઓપ્શન મળશે.
આ લોકો યોજનાથી થયા બહાર
જે લોકોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાનો છે. તેની શ્રેણી નક્કી કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ યોજનાનો લાભ લઈ શકતા નથી. મોટા ખેડૂતો કે ઉદ્યોગપતિઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, કરદાતા અને પ્રોફેસરો પણ આ યોજના માટે અયોગ્ય છે. બંધારણીય હોદ્દા પર નિયુક્ત થયેલા અને પહેલાના પદ પર રહેલા લોકો પણ આનાથી વંચિત રહેશે. આ ઉપરાંત લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાનસભા પરિષદના સભ્યો આનાથી વંચિત રહેશે. નિવૃત્ત પેન્શનરો જેમનું માસિક પેન્શન રૂ. 10,000 કે તેથી વધુ હોય તેમને લાભ નહીં મળે. આ સિવાય કેટલીક અન્ય શ્રેણીઓ પણ સામેલ છે.
4.5 કરોડ ખેડૂતોને હપ્તો મળ્યો નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ઓક્ટોબરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો બહાર પાડ્યો હતો. 8 કરોડ ખેડૂતોના ખાતામાં 16 હજાર કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા. આ યોજના હેઠળ દરેક ખેડૂતના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયા જાય છે. ત્રણ મહિનામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા પહોંચી જશે. એવા ખેડૂતો પણ મોટી સંખ્યામાં હતા. જેમણે ખોટી રીતે યોજનાનો લાભ લીધો હતો. હવે આવા ખેડૂતો પાસેથી જ રકમ વસૂલવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં લગભગ 7 લાખ ખેડૂતો પાસેથી 26 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી છે. અન્ય ખેડૂતોની ઓળખ કર્યા બાદ તેમની પાસેથી પણ વસૂલાતની પ્રક્રિયા ચાલી રહી છે.