પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) દેશના લાખો ખેડૂતોની ખાતર અને પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે. તેના દ્વારા સરકાર ખેડૂતોને કુલ 6 હજાર રૂપિયા ત્રણ હપ્તામાં એટલે કે દરેક હપ્તામાં 2-2 હજાર રૂપિયા આપે છે. અત્યાર સુધીમાં દેશના 13 કરોડથી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. પીએમ કિસાન સન્માન નિધિના અત્યાર સુધીમાં 18 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. હવે ખેડૂતો યોજનાના 19મા હપ્તાની રાહ જોઇ રહ્યા છે. જેના અગાઉ તમે લાભાર્થીઓની યાદીમાં તમારું નામ આ રીતે ચેક કરી શકો છો.
દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે
મોદી સરકાર દર ચાર મહિને પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરે છે. આ યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે PM કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં રિલીઝ થઈ શકે છે. દેશના 13 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જો કે, PM કિસાન સન્માન નિધિના 19મા હપ્તાને રિલીઝ કરવા અંગે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
આ ખેડૂતોને લાભ નહીં મળે
સરકારે ખેડૂતોને પીએમ કિસાન યોજના ખાતા માટે ઇ-કેવાયસી કરાવવાનું કહ્યું હતું. પરંતુ ઘણા ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી. જે ખેડૂતો આગામી હપ્તા પહેલા ઇ-કેવાયસી કરાવતા નથી તેમના આગામી હપ્તાના નાણાં અટકી શકે છે. આવી સ્થિતિમાં તમારે શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરાવવું જોઈએ. આ સાથે તમને PM કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ખેડૂતો ત્રણ રીતે ઈ-કેવાયસી કરાવી શકે છે.
OTP આધારિત eKYC
બાયોમેટ્રિક આધારિત eKYC
ફેસ ઓથેન્ટિકેશન આધારિત eKYC
લાભાર્થીની યાદીમાં નામ કેવી રીતે તપાસવું
સરકાર લાભાર્થી ખેડૂતોની યાદી બહાર પાડે છે. જેના પરથી ખબર પડે છે કે કયા ખેડૂતોને યોજનાનો લાભ મળશે.
લાભાર્થીની યાદીમાં નામ તપાસવાની પ્રક્રિયા
પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in/) પર જાઓ.
અહીં "Beneficiary Status" નો વિકલ્પ પસંદ કરો.
તમારો આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
હવે "Get Data" પસંદ કરો.
આ પછી તમારી બધી વિગતો સ્ક્રીન પર બતાવવામાં આવશે. આ વિગતો દ્વારા તમે ચકાસી શકો છો કે તમને યોજનાનો લાભ મળશે કે નહીં.