PM Kisan Scheme:  મોદી સરકાર દેશના કરોડો ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ તમામ યોજનાઓનો હેતુ ખેડૂતોને આર્થિક મદદ કરવાનો છે. આવી જ એક યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે.

આ નાણાકીય વર્ષમાં, કેન્દ્ર સરકારે 31 મે 2022ના રોજ ખેડૂતોના ખાતામાં યોજનાનો 11મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. પીએમ કિસાન યોજનાના કરોડો લાભાર્થીઓ છે જેઓ આ યોજનાના 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ સ્કીમના 12મા હપ્તાને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.

ક્યારે ખાતામાં જમા થઈ શકે છે હપ્તો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે માહિતી આપી છે કે મોદી સરકાર આ યોજનાના 12મા હપ્તાના નાણાં 17 અથવા 18 ઓક્ટોબર 2022ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. જે લોકોએ યોજના માટે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમને યોજનાના 12મા હપ્તાના પૈસા નહીં મળે. ખરેખર, સરકારે યોજનાનો લાભ લેવા માટે KYCની પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે. જો સરકાર 17 કે 18 ઓક્ટોબર સુધીમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે તો દિવાળી પહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવશે. આ યોજના હેઠળ, સરકાર કુલ ત્રણ હપ્તામાં રૂ. 6,000 ટ્રાન્સફર કરે છે.

આ રીતે ચેક કરો તમારું નામ

જો તમે યોજનાની સૂચિમાં તમારું નામ તપાસવા માંગતા હો, તો યોજનાના સત્તાવાર પોર્ટલની મુલાકાત લો. આ પછી, ફાર્મર કોર્નર પર જાઓ અને લાભાર્થીઓની સૂચિનો વિકલ્પ પસંદ કરો. આ પછી, અહીં તમે રાજ્ય, જિલ્લા, બ્લોકની વિગતો ભરો. ત્યાર બાદ Get Report ઓપ્શન પર સિલેક્ટ કરો. યોજનાના લાભાર્થીઓની સંપૂર્ણ યાદી તમારી સામે ખુલશે.

 પીએમ કિસાન યોજનામાં આ રીતે કરો KYC

  • PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ gov.in પર ક્લિક કરો.
  • અહીં તમે આ પોર્ટલના Home Page પર ક્લિક કરો.
  • અહીં તમારી સામે એક ટેબ ખુલશે જેમાં તમને આધારની માહિતી પૂછવામાં આવશે.
  • અહીં આધાર નંબર દાખલ કરો.
  • આ પછી તમે Searchદબાવો. અહીં તમારો આધાર લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ ખુલશે.
  • નંબર દાખલ કર્યા પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 અંકનો OTP આવશે.
  • ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર ફરીથી 6 અંકનો OTP આવશે.
  • આ OTP દાખલ કરો.
  • તે પછી સબમિટ બટન દબાવો.
  • eKYC  યોગ્ય રીતે કરવામાં આવે તે પછી, તમને એક સંદેશ મળશે કે ઇ-કેવાયસી યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. બીજી તરફ, જો KYC પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હોય, તો eKYC is already done એવો મેસેજ આવશે.
  • જો ઇનવેલિડનો મેસેજ આવી રહ્યો હોય તો આવી સ્થિતિમાં તમારા આધારની કોઈપણ માહિતી ખોટી છે.
  • સૌપ્રથમ તેને આધાર કેન્દ્રમાં સુધારી લો અને તે પછી તમે ફરીથી આખી પ્રક્રિયા કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ઈ-કેવાયસી કર્યા પછી, 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર થઈ જશે.