પાત્રતા ધરાવતા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવા માટે કેન્દ્ર સરકારે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા જે લોકો યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહી ગયા છે તેમની નોંધણી કરવામાં આવશે. આ અભિયાન 5 જૂનથી શરૂ થયું છે અને 20 જૂન સુધી ચાલશે જેથી કરીને આ કેન્દ્રીય યોજનાનો લાભ ખેડૂતો સુધી પહોંચી શકે. હાલમાં યોજના હેઠળ લાભાર્થીઓને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે.






સરકાર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપે છે


ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે 24 ફેબ્રુઆરી 2019ના રોજ પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી. પીએમ કિસાન યોજના ખેડૂતોને નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે અને તેઓ તેમની ખેતી અને કૃષિ પ્રવૃત્તિઓને સુધારવામાં સક્ષમ છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. પીએમ કિસાન યોજના હેઠળ, દરેક લાભાર્થી ખેડૂતના ખાતામાં 3 વખત રૂપિયા 2-2 હજાર મોકલવામાં આવે છે.






બાકી રહેલા ખેડૂતોને જોડવા માટે 20 જૂન સુધી અભિયાન


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટ અનુસાર, પીએમ કિસાન યોજનાના લાભો આપવા માટે અભિયાન શરૂ થયું છે. આ ગ્રામ્ય કક્ષાનું સંતૃપ્તિ અભિયાન 20 જૂન, 2024 સુધી ચાલશે. ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાન દ્વારા દેશના દરેક પાત્ર ખેડૂત આ અભિયાનમાં જોડાઈ શકે છે અને પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી શકે છે.


આ ઉપરાંત ખેડૂતો અન્ય મહત્વના કામો પણ આ અભિયાન દ્વારા પૂર્ણ કરાવી શકશે. જેમાં ખાતર અને બિયારણની ખરીદી, પાક વીમો, ઇ-કેવાયસી અને કૃષિ સાધનોની ખરીદીને લગતી કામગીરી પણ કરી શકાશે.


PM કિસાનનો 17મો હપ્તો ક્યારે આવશે?


28 ફેબ્રુઆરી, 2024 ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો જેમાં પાત્ર ખેડૂતોને પ્રત્યેક 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવ્યો હતો. આ નાણા DBT દ્વારા સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દરેક હપ્તો ચાર મહિનાના સમયગાળા પર આવે છે. આવી સ્થિતિમાં ફેબ્રુઆરીથી આગામી ચાર મહિના જૂનમાં પૂરા થઈ રહ્યા છે. જો કે, હપ્તો સત્તાવાર રીતે ક્યારે બહાર પાડવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. લોકસભાની ચૂંટણી બાદ ટૂંક સમયમાં નવી સરકારની રચના થવાની છે. આવી સ્થિતિમાં જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જૂનના છેલ્લા સપ્તાહમાં અથવા જૂલાઈના પહેલા સપ્તાહમાં 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે.