PM Kisan Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં ખેડૂતોને તેમના પાકના નુકસાન માટે આર્થિક સહાય અને વળતર આપવામાં આવે છે. આવી જ એક યોજનાનું નામ છે PM કિસાન યોજના, જેના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. થોડા અઠવાડિયા પહેલા જ પીએમ મોદીએ યોજના હેઠળ 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરાવ્યા હતા. આ યોજનાનો લાભ લેનારા ખેડૂતોની સંખ્યા દર વર્ષે સતત વધી રહી છે, આવી સ્થિતિમાં, જો તમે પણ નવા ખેડૂત છો અને હજુ સુધી આ યોજના માટે અરજી કરી નથી, તો આજે અમે તમને પાંચ સરળ સ્ટેપ જણાવીશું.


પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના કુલ 16 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂન મહિનામાં ખેડૂતોને 17મા હપ્તાની રકમ આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં તમે તરત જ યોજનામાં નોંધણી કરાવી શકો છો, જેથી તમને આવનારા હપ્તાનો લાભ મળી શકે.


-સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે, અહીં તમારે Farmers Corner વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.


-અહીં તમને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન જોવા મળશે, જે તમારે તમારો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરીને પસંદ કરવાનું રહેશે.


-મોબાઇલ નંબર દાખલ કર્યા પછી તમારે રાજ્ય પસંદ કરવું પડશે અને પછી તમારા ફોન પર એક OTP આવશે. OTP દાખલ કરી પ્રોસેસ્ડ ફોર રજિસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરો.


-અહીં તમને અનેક પ્રકારની માહિતી પૂછવામાં આવશે, તેને ભર્યા બાદ તમારે આધાર ઓથેન્ટિકેશન બટન પર ક્લિક કરવાનું રહેશે.


-આ પછી અંતે તમારે ફાર્મ સંબંધિત તમામ માહિતી અને દસ્તાવેજો અપલોડ કરવા પડશે. આ પછી તમને એક રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે તેવો એક મેસેજ મળશે.  આ રીતે તમે કિસાન યોજનામાં રજિસ્ટ્રેશન કરાવી શકશો.