PM Kisan Yojana 17th Installment Next Week: સરકાર દેશના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી એક વિશ્વની સૌથી મોટી DBT યોજના PM કિસાન સન્માન નિધિ પણ ભારત સરકાર દ્વારા સંચાલિત છે. યોજના દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે. PM કિસાન યોજનાનો 17મો હપ્તો આવતા અઠવાડિયે રિલીઝ થશે. જો ખેડૂત ભાઈઓ આ મહત્વપૂર્ણ કામ નહી કરે તો તેનો લાભ મળશે નહીં.






વાસ્તવમાં પીએમ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ કિસાન નિધિ સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. જે બાદ લાંબા સમયથી યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોની રાહ હવે સમાપ્ત થશે. આ યોજનાનો આગામી હપ્તો પીએમ મોદી 18 જૂને ઉત્તર પ્રદેશના વારાણસીથી રીલિઝ કરશે. આ હપ્તો DBT દ્વારા સીધા તેમના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. દેશભરના લગભગ 9.3 કરોડ ખેડૂતોને 17મા હપ્તાનો લાભ મળવા જઈ રહ્યો છે. લગભગ 20 કરોડ રૂપિયાની રકમ 18 જૂને ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજનાનો 16મો હપ્તો PM દ્વારા 28 ફેબ્રુઆરીએ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.


જો આ કામ નહીં કરવામાં આવે તો તમે લાભથી વંચિત રહી જશો.


જો તમે હજુ સુધી e-KYC નથી કર્યું તો તરત જ કરો. નહીંતર તમે સ્કીમનો લાભ મેળવી શકશો નહીં. પ્રધાનમંત્રી કિસાન યોજનાની વેબસાઇટ પર જાવ અને e-KYC માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો. આ પછી OTP દાખલ કર્યા પછી અને સબમિટ કર્યા પછી e-KYC પ્રક્રિયા પૂર્ણ થશે.


ઓનલાઈન અને ઓફલાઈન ઈ-કેવાયસી સુવિધા


પીએમ કિસાન યોજના હેઠળ અરજદારો પીએમ કિસાન એપમાં લોગિન કરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઇ-કેવાયસી કરી શકે છે. પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને તેને કોઈ દસ્તાવેજોની જરૂર નથી. અરજદારે ફક્ત તેમનો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરવાની જરૂર છે, અને પછી તેઓ તેમના ચહેરાને સ્કેન કરીને ઇ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને માત્ર થોડી મિનિટોમાં પૂર્ણ કરી શકાય છે.


ઑફલાઇન ઇ-કેવાયસી માટે અરજદારે કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જવું પડશે. ઇ-કેવાયસીની પ્રક્રિયા અરજદારની બાયોમેટ્રિક માહિતી દ્વારા પૂર્ણ કરવામાં આવશે.