Agriculture News:  જીરામાં જબરજસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા ખેડૂતોને ડબલ પૈસા મળ્યા છે. તમને જણાવી દઈએ કે, એક મણ જીરૂનો ભાવ 9000 રૂપિયે પહોંચ્યો છે. જીરાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો છે. ઓછું ઉત્પાદન થવાને પગલે જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ખેડૂતો પાસેથી જીરૂનો સ્ટોક યાર્ડમાં ઠલવાયો છે. હજુ ભાવ વધે તેવી સંભાવના છે. તો અમુક વેપારીઓ દ્વારા પણ સ્ટોક કરેલા જીરાનો જથ્થો યાર્ડમાં વેચાણ માટે મૂકવામાં આવ્યો છે. 


મોચા વાવાઝોડાની ખેતી પર શું થશે અસર?


ખેતીમાં જમીન અને હવામાનનો સૌથી મોટો ફાળો છે. જો જમીન ફળદ્રુપ ન હોય તો પાક ઉગાડી શકાતો નથી. બીજી તરફ પાકની સારી ઉપજ આવી છે કે તૈયારીઓ ચાલી રહી છે અને હવામાન ખરાબ થાય તો સારો પાક બરબાદ થઈ જાય છે. આ સ્થિતિમાં ખેડૂત કોઈપણ પાકના ઉત્પાદન અથવા લણણી સમયે હવામાનના વલણ પર ચાંપતી નજર રાખતો હોય છે. હાલમાં ખેડૂતો માટે વધુ એક ખતરો ઉભો થયો છે. ભારતમાં આવી રહેલા ચક્રવાત મોચાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. 


આ ચક્રવાતની અસર દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળી રહી છે. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે ચક્રવાત મોચાની વિવિધ રાજ્યોમાં શું અસર જોવા મળી શકે છે?


દિલ્હીમાં પણ હશે આવી જ સ્થિતિ 


ચક્રવાત મોચાની અસર દિલ્હીમાં જોવા મળી શકે છે. વાદળો આકાશમાં રહી શકે છે. હળવો વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દિલ્હીનું તાપમાન આગામી કેટલાક દિવસો સુધી 21 થી 35 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. જો કે દિલ્હીવાસીઓને વચ્ચે ગરમીની અસર પણ સહન કરવી પડી શકે છે.









પંજાબ અને હરિયાણાને લઈને પણ હવામાન વિભાગની આગાહી બહાર આવી છે. હવામાન વિભાગે વરસાદ સાથે કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારતના દક્ષિણી રાજ્યો કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં આકાશમાં વાદળો છવાયેલા રહેશે. આ દરમિયાન ઘણા ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.


ઉત્તર પ્રદેશમાં વધી શકે છે ગરમી 


ઉત્તર પ્રદેશમાં થોડા દિવસો સુધી આકાશમાં ફેરફાર રહી શકે છે, જ્યારે થોડા દિવસો પછી આકરી ગરમી પડી શકે છે. રાજ્યમાં તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસથી 39 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. હવામાન વિભાગે લોકોને ગરમીથી બચવા એલર્ટ કર્યા છે. જો કે ઉત્તર પ્રદેશના ખેડૂતોએ વરસાદના અભાવે ચિંતા કરવાની જરૂર નથી.


બંગાળની ખાડીમાં ચક્રવાતી પવનો


હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાંથી ચક્રવાતી પવનો વધવા લાગશે. આ પવન વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, તેથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ વાવાઝોડું મધ્ય બંગાળની ખાડી તરફ આવવાની સંભાવના છે. તોફાનની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી માપવામાં આવી છે.


ગુજરાત પર કેવી રહેશે અસર? 


મોચા વાવાઝોડું બંગાળના અખાતમાં સર્જાશે. ધીમે ધીમે તે પશ્ચિમ ભારત તરફ આગળ વધશે. જોકે ગુજરાત આવતા સુધીમાં વાવાઝોડું નબળું પડી જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવી આ વાવાઝોડાની ગુજરાત પર કોઈ ખાસ વિપરીત અસર થાય તેવી શક્યતા ઓછી છે.