PM Kisan Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ આપે છે. આ સમગ્ર રકમ દર 4 મહિને ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે દર 4 મહિને 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોને 13 હપ્તા આપવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ 10 કરોડથી વધુ ખેડૂતોને મળી રહ્યો છે.


દેશના તમામ ખેડૂતો હજુ 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોને 14મો હપ્તો મળી જશે. 14મા હપ્તા અંગે હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી. આ વખતે ઘણા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે. ત્યારે હજુ સુધી 13મો હપ્તો પણ ઘણા ખેડૂતોના ખાતામાં આવ્યો નથી.


આ ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળે


પીએમ કિસાન યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જેમણે ઈ-કેવાયસી કરાવ્યું છે. જો તમે હજુ સુધી e-KYC નથી કર્યું, તો તમારા હપ્તા અટકી શકે છે. આ સાથે જો કોઈ ખેડૂત બીજા ખેડૂત પાસેથી જમીન લઈને ભાડે ખેતી કરે તો પણ તે આ યોજનાથી વંચિત રહેશે. આ યોજનાનો લાભ માત્ર પતિ-પત્નીમાંથી એકને જ મળે છે. જો ખેડૂત પરિવાર સરકારને ટેક્સ ચૂકવે છે, તો તે પણ આ યોજનાથી વંચિત રહી શકે છે.


જો પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો હજુ સુધી તમારા ખાતામાં આવ્યો નથી. તમારે ગભરાવાની જરૂર નથી, સૌ પ્રથમ તમારે તમારું ઇ-કેવાયસી કરાવવું પડશે અને તમારી જમીનની ચકાસણી કરાવવી પડશે. આ પછી, તમારા ખાતામાં બંને હપ્તા એકસાથે આવી શકે છે.


તમારે પીએમ કિસાન યોજનાની યાદીમાં નામ પણ એકવાર તપાસવું જોઈએ. તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર (155261) પર ફોન કરીને તમારી સ્થિતિ તપાસી શકો છો, તેમજ ઘણી વધુ માહિતી મેળવી શકો છો.


સ્ટેટસ કેવી રીતે ચેક કરશો


સૌથી પહેલા તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.


અહીં તમને હોમ પેજ પર ફાર્મર્સ કોર્નરનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.


આ પછી તમે Beneficiary Status પર ક્લિક કરો.


હવે એક નવું પેજ ખુલશે. અહીં તમારે રજિસ્ટ્રેશન નંબર અથવા મોબાઇલ નંબર વિકલ્પ પસંદ કરવો પડશે.


રજીસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કર્યા પછી, તમારે કેપ્ચા કોડ ભરવો પડશે અને OTP પર ક્લિક કરવું પડશે.


હવે તમારા રજિસ્ટર્ડ ફોન નંબર પર OTP આવશે. તેને દાખલ કર્યા પછી, તમારું સ્ટેટસ સ્ક્રીન પર દેખાવાનું શરૂ થશે.