PM Kisan Scheme: પીએમ કિસાન યોજના મારફતે આ ખેડૂતોને નહી થાય 2000 રૂપિયાનો ફાયદો! આ રીતે લિસ્ટમાં ચેક કરો પોતાનું નામ

કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશના ખેડૂતોની મદદ માટે ઘણી યોજનાઓ ચલાવે છે

Continues below advertisement

PM Kisan Samman Nidhi: કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશના ખેડૂતોની મદદ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી એક યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના દ્વારા મોદી સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. સરકાર આ 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં કુલ 3 હપ્તામાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધી સરકારે આ યોજનાના 11 હપ્તા જમા કરાવ્યા છે. લોકો તેના 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.  આ યોજનાનો છેલ્લો હપ્તો 31 મે 2022ના રોજ જમા કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં તેના 10 કરોડથી વધુ લાભાર્થીઓ છે.

Continues below advertisement

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પીએમ કિસાન સન્માન યોજનાના લગભગ 2.85 કરોડ ખેડૂતો લાભાર્થી છે. સરકાર કેટલાક સમયથી આવા ખેડૂતોની ઓળખ કરી રહી છે જેઓ યોજના માટે અયોગ્ય છે તેમ છતાં યોજનાનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વેરિફિકેશન રિપોર્ટમાં અત્યાર સુધીમાં લગભગ 21 લાખ ખેડૂતો આ યોજના માટે અયોગ્ય હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં આ ખેડૂતોના નામ યોજનાની યાદીમાંથી બાદ કરવામાં આવશે.

આ સાથે તેમની પાસેથી અગાઉના હપ્તા પણ વસૂલ કરવામાં આવશે. આ સાથે સ્થાનિક પ્રશાસને કુલ 1.51 કરોડ ખેડૂતોનો ડેટા ચેક કરીને કિસાન પોર્ટલ (PM કિસાન પોર્ટલ) પર અપલોડ કર્યો છે. અન્ય ખેડૂતોનો ડેટા પણ ચકાસીને અપલોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અયોગ્ય ખેડૂતોનું નામ આ લિસ્ટમાંથી રદ કરી દેવાશે.

આ લોકોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો લાભ

  1. પત્ની અને પતિ બંનેને એકસાથે યોજનાનો લાભ નહીં મળે.
  2. પિતા અને પુત્ર બંને એક જ સમયે યોજનાનો લાભ લઈ શકતા નથી.
  3. ખેડૂતના મૃત્યુ પછી ખેડૂતના પરિવારને તેનો લાભ નહીં મળે. પરિવારે ફરીથી નોંધણી કરાવવી પડશે.
  4. EPFO અથવા ITR ફાઇલ કરનાર વ્યક્તિને સ્કીમનો લાભ નહીં મળે.
  5. બંધારણીય પદ ધરાવતી વ્યક્તિને આ યોજનાનો લાભ નહીં મળે.
  6. સરકારી કર્મચારીને પણ આ યોજનાનો લાભ નહીં મળે.
  7. જો તમને 10,000 રૂપિયાથી વધુનું પેન્શન મળે છે, તો તમને આ યોજનાનો લાભ પણ નહીં મળે.

આ રીતે લિસ્ટમાં તમારું નામ ચેક કરો

  1. જો તમે આ યોજનાની યાદીમાં તમારું નામ તપાસવા માંગતા હોવ તો પહેલા તમે તેની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરો.
  2. અહીં તમારે જમણી બાજુએ ખેડૂત કોર્નર હેઠળ Beneficiary લિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે.
  3. આ પછી તમારી પાસે નામ, આધાર નંબર વગેરે જેવી કેટલીક મહત્વપૂર્ણ માહિતી હોવી જોઈએ.
  4. આ યાદીમાં તમારું નામ તપાસો.
Continues below advertisement
Sponsored Links by Taboola