Horticulture Farming:  ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી અપનાવી રહ્યા છે. પરંપરાગત ખેતીમાં સતત ઘટી રહેલા નફાના કારણે ખેડૂતોએ નવો વિકલ્પ શોધવાનું શરૂ કરી દીધું છે. જેમાંથી ઘણા ખેડતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. બાગાયતી ખેતીમાં ખેડૂતો ઓછા ખર્ચે મબલખ નફો લઇ શકે છે. હરિયાણાના ભુનામાં રહેતા શુભમે પણ પરંપરાગત ખેતી છોડીને બાગયતી ખેતી અપનાવી છે.


શુભમને ઘઉં અને કઠોળની ખેતીમાં સતત નુકસાન થતું હતું. આ દરમિયાન તેણે ફળોના બગીચા દ્વારા ખેતી કરવાનું નક્કી કર્યું, શરૂઆતમાં તેણે બે એકરમાં જામફળના છોડ લગાવ્યા. જે ઓછા સમયમાં સારું પરિણામ આપવા લાગ્યા. જે બાદ તેણે બગીચાનો વિસ્તાર વધારીને 5 એકર અને હવે 7 એકર કર્યો.




શુભમના કહેવા મુજબ, ઘઉં અને ધાન્યના પાકમાં સતત ખોટ જતી હોવાથી બાગાયતી ખેતી તરફ વળ્યો. હાલ તે આ રીતે સાત લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કમાઈ રહ્યો છે. જામફળમાં તે સફેદા જાતિની ખેત કરી રહ્યા છે. જેની ખાસિયત એ છે કે આ છોડ માત્ર 10 મહિનામાં જ ફળ આપવા લાગે છે. આ ઉપરાંત તેમાં કીડા પણ નથી લાગતા.


આ પણ વાંચોઃ


Locust: ખેડૂતના પાકને તબાહ કરી નાંખે છે તીડ, જાણો તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરશો


કોરોના બાદ આવ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો લક્ષણો અને સારવાર


IPL 2022 Point Table: KKR ની જીત બાદ પોઇન્ટ્સ ટેબલમાં થયો મોટો ઉલટફેર, પ્લેઓફની રેસ બની રોમાંચક


Covid-19 Vaccine: દેશમાં 12-14 વર્ષના કેટલા કરોડ બાળકોને અપાઈ કોરોના રસી ? જાણો વિગત


Subsidy Expenses: કોરોના મહામારીમાં મોદી સરકારે ખોલ્યો ખજાનો, સબ્સિડી પર ખર્ચ કર્યા આટલા રૂપિયા


LIC IPO GMP :  સૌથી મોટા આઈપીઓનું કેમ ઘટી રહ્યું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ, જાણો વિગત