Subsidy Expenses by Modi Government: કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી દેશમાં ઘણું બદલાઈ ગયું છે. માર્ચ 2020 માં કોરોનાએ દસ્તક આપ્યા પછી સરકારે લોકડાઉન લાદવું પડ્યું. આવી સ્થિતિમાં તેની અસર દેશના નબળા આર્થિક વર્ગના લોકો પર સૌથી વધુ જોવા મળી હતી. કરોડો પરપ્રાંતિય મજૂરોને તેમના વતનમાં પાછા ફરવાની ફરજ પડી હતી. આવી સ્થિતિમાં કેન્દ્રની મોદી સરકારે લોકોની મદદ માટે પોતાની તિજોરી ખોલી હતી. લોકોને રાહત મળે તે માટે સરકારે વિવિધ સબસિડી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.


નાણાકીય વર્ષ 2021-2022ના ડેટા અનુસાર, સરકારે સબસિડી અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સામાન્ય લોકો પર લગભગ 6.18 લાખ રૂપિયા ખર્ચ્યા છે. જેમાં સરકારે સૌથી વધુ પૈસા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા લોકોને મફત રાશન આપવા પાછળ ખર્ચ્યા છે. આ સાથે, સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને ઇ-શ્રમ કાર્ડ યોજના દ્વારા ખેડૂતો અને મજૂરોને તેમના ખાતામાં પૈસા પણ ટ્રાન્સફર કર્યા છે.  અગાઉ સરકારે નાણાકીય વર્ષ 2020-2021માં 63 ટકા ઓછી સબસિડીનો ખર્ચ કર્યો હતો, ગયા વર્ષે સરકારે લગભગ 5.52 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.


PMGKAY યોજના પર આટલા પૈસા ખર્ચાયા


કોરોના મહામારીની શરૂઆત પછી સરકારે સંક્રમણને રોકવા માટે માર્ચ 2020 માં લોકડાઉન લાદવાનું નક્કી કર્યું. આ પછી દેશની તમામ નાણાકીય પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ. આ સાથે મોટી સંખ્યામાં લોકો પણ બેરોજગાર બન્યા હતા. પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પાછા ફરવાની ફરજ પડી હતી. આવી સ્થિતિમાં દેશના ગરીબ અને નબળા વર્ગની મદદ માટે લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી.


આ યોજનાનું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હતું. આ યોજના દ્વારા દેશના કરોડો લોકોને દર મહિને ચોખા, ઘઉં, દાળ વગેરે મફત રાશન આપવામાં આવે છે. સરકારે આ યોજનાની સમયમર્યાદા આ વર્ષના સપ્ટેમ્બર સુધી લંબાવી છે. નાણાકીય વર્ષ 2021-22માં સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા પર 2.17 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.


આ પણ વાંચોઃ


IPL 2022 Point Table: KKR ની જીત બાદ પોઇન્ટ્સ ટેબલમાં થયો મોટો ઉલટફેર, પ્લેઓફની રેસ બની રોમાંચક


Covid-19 Vaccine: દેશમાં 12-14 વર્ષના કેટલા કરોડ બાળકોને અપાઈ કોરોના રસી ? જાણો વિગત