Union Budget 2022: પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રની મોદી સરકાર 2022ના કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને લગભગ 19 અબજ ડોલર અથવા તો 1.4 લાખ કરોડ રૃપિયાની સબસિડી આપવાનું આયોજન ધરાવતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
નાણા મંત્રાલયે પહેલી ફેબ્રુઆરી 2022ના રોજ રજૂ થનારા બજેટમાં પહેલેથી જ ખાતર સબસિડી પેટે 1.4 લાખ કરોડની રકમ ફાળવવાની તૈયારી રાખી છે. ગયા વર્ષે આ રકમ 1.3 લાખ કરોડ રૃપિયા હતી. આ વર્ષે ખર્ચમાં વધારો થવાનું કારણ કાચા માલનો ઊંચો ખર્ચ છે, એમ વ્યક્તિએ ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું. જો કે આ અંગે હજી પણ ચર્ચા ચાલી રહી છે અને તેના અંગે હજી સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી.
ભારતની કેટલા ટકા વસ્તી ખેતી પર આધારિત છે
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્વે જ બજેટમાં આ પ્રકારની જાહેરાત કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નવા કૃષિ કાયદા સામે વિરોધ કરી રહેલા ખેડૂતોને લોભાવવાનો પ્રયાસ કરશે. ખેડૂતોએ એક વર્ષ કરતાં પણ વધારે સમય સુધી નવા કાયદા સામે દેખાવ કર્યા હતા. ભારતની ૧.૪ અબજની વસ્તીમાં અડધી વસ્તી એટલે કે 84 ટકા વસ્તી ખેતી પર આધારિત છે. ચૂંટણી જીતવા તેમનું સમર્થન ઘણું મહત્ત્વનું મનાય છે.
ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,38,018 નવા કેસ નોંધાયા છે અને 310 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,57,421 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 17, 36,628 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 14.43 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 8891 થયા છે. દેશમાં 17 જાન્યુઆરીએ 16,49,143 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- કુલ એક્ટિવ કેસઃ 17,36,628
- કુલ ડિસ્ચાર્જઃ 3,53,94,882
- કુલ મૃત્યુઆંકઃ 4,86,761
- કુલ રસીકરણઃ 158,04,41,770 (જેમાંથી ગઈકાલે 79,91,230 ડોઝ આપવામાં આવ્યા હતા.)