✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

100ની સ્પીડમાં જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, કાર ચાલકનું મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Feb 2017 01:30 PM (IST)
100ની સ્પીડમાં જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, કાર ચાલકનું મોત
1

બાબુભાઇ એક્ટિવા લઇને નરોડા પા‌િટયા પાસે પહોંચી ગયા હતા. જ્યાં અજયનો મૃતદેહ પડ્યો હતો અને કાર કચ્ચરઘાણ હાલતમાં પડી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર અજય નાઇ 100 કરતાં વધુ સ્પીડે સેન્ટ્રો કાર ચલાવીને નરોડાથી પા‌િટયા તરફ આવી રહ્યો હતો, જ્યાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. કાર ત્રણથી ચાર વખત પલટી ખાઇને રોડ પર પટકાઈ હતી.

2

કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ ટાઉન‌િશપમાં રહેતા અને ઇલે‌િક્ટ્ર‌િશયન તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા બાબુભાઇ ભીખાભાઇ નાઇએ આજે વહેલી પરોઢે પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો છે. બાબુભાઇ તેમનાં પત્ની, એક પુત્રી હેતલ અને પુત્ર અજય સાથે રહે છે. 28 વર્ષીય અજય નાઇ સાણંદ ખાતે આવેલી ટ્રાઈકો ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં નોકરી કરતો હતો.

3

અજયનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે મોડી રાતે અજય કયા કારણસર ઘરની બહાર ગયો હતો તે રહસ્ય પણ અકબંધ છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર અજય નાઇ પુરઝડપે કાર ચલાવવાનો શોખ ધરાવતો હતો. તે મોડી રાતે પુરઝડપે કાર હંકારવા માટે ગયો હોવાનું મનાઈ રહ્યો છે.

4

પરોઢિયાના ચાર વાગ્યાની આસપાસ બાબુભાઇ જાગી ગયા હતા અને અજયને તેના રૂમમાં નહીં જોતાં અને તેની કાર નહીં જોતાં અજયને ફોન કર્યો હતો. અજયે કાર લઇને આંટો મારવા માટે નીકળ્યો હોવાનું બાબુભાઇને ફોન પર જણાવ્યું હતું. પોણા પાંચ વાગ્યાની આસપાસ એક રિક્ષા ચાલક તેમના ઘરે આવ્યો હતો અને તેણે અજયની કારને એક્સિડન્ટ થયો હોવાનું જણાવ્યું હતું.

5

અમદાવાદ: શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં પરોઢિયે કાર ડ્રાઈવ કરવા નીકળેલા યુવાને ૧૦૦ કરતાં વધુ સ્પીડે કાર ચલાવતાં ડિવાઈડર સાથે તે અથડાયો હતો, જેના કારણે કાર હવામાં ફંગોળાઈને રોડ પર પટકાતાં યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • 100ની સ્પીડમાં જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, કાર ચાલકનું મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.