અમદાવાદઃ પાણીપુરી ખાતાં પહેલાં ચેતો, આ પાણીપુરીવાળો પાણીમાં શું ભેળવતો તે જોઈને આઘાત લાગી જશે, કોર્ટે ફટકારી છ માસની કેદ
તેમણે રજૂઆત કરી કે, પકોડી ખાવાવાળો વર્ગ બહુ મોટો છે, અમદાવાદમાં દરેક ચાર રસ્તે પકોડીની લારી જોવા મળે છે અને હંમેશા ભીડ હોય છે તેથી આરોપીનો ગુનો મોટા સમુહ સાથે જોડાયેલો છે. આરોપીને સખત સજા કરવી જોઇએ જેથી સમાજમાં દાખલો બેસે અને આવા લોકો પર લગામ લગાવી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કેસ ચાલતાં આરોપી તરફે પોતે નિર્દોષ હોવાની દલીલ કરવામાં આવી હતી. કોર્પોરેશન તરફે સ્પેશિયલ એડવોકેટ મનોજ ખંધારે દસ્તાવેજી પુરાવા રજૂ કરતાં કોર્ટને જણાવ્યું કે આરોપીની લારી પરથી જે પાણી લેવાયું તેમાં ટોઇલેટ ક્લિનરમાં વપરાતા કેમિકલની હાજરી મળી આવી છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.
આ કેમિકલ ટોઇલેટ સાફ કરવાના લિક્વિડ બનાવવામાં વપરાય છે. લેબોરેટરીના પરિણામો જોઈને સત્તાવાળાઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કોર્પોરેશને ભેળસેળના કેસો ચલાવવા માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટમાં આરોપી ચેતન નાનજી મારવાડી સામે કેસ કર્યો હતો.
ચેતન મારવાડી ગટર પાસે લારી ઊભી રાખે છે અને ત્યાં પાણીપુરીનું પાણી ઢોળાતાં જમીનમાં ખાડા પડી જાય છે. આ ફરિયાદ બાદ કોર્પોરેશને 25 મે 2009ના રોજ પાણીપુરીના પાણીના સેમ્પલ લીધાં હતાં. આ નમૂનાઓનું લોબેરેટરીમાં ટેસ્ટિંગ કરાવવામાં આવતાં તેમાં ઓક્ઝેલિક એસિડની હાજરી મળી આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગને ફરિયાદ મળી હતી કે લાલદરવાજા અગાશિયે હોટલ પાસે આવેલી પાણીપુરીની લારીવાળો ચેતન નાનજી મારવાડી (રહે. વસંતચોક, ગણપતિ મંદિર, લાલદરવાજા) પાણીમાં કોઇ વિચિત્ર પદાર્થની ભેળસેળ કરે છે.
પાણી પુરીવાળાને છ મહિનાની સજા થઈ એ સમાચારમાં આંચકાજનક વાત એ છે કે આ પાણીપુરીવાળો પુરીમાં જે પાણી આપતો તેમાં ટોઇલેટ ક્લિનર નાંખતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડીપાર્ટમેન્ટે દરોડા પાડીને પાણીના નમૂના લીધા તેમાં ટોઈલેટ ક્લિનરની ભેળસેળ થયાનું સાબિત થયું છે.
અમદાવાદઃ ગુજરાતીઓની લારી-ખુમચા પર વેચાતી પાણીપુરી અને પકોડી ખાવાનો ભારે ચસકો છે ત્યારે પાણી પુરીના રસિયાઓને આંચકો લાગે તેવા સમાચાર છે. અમદાવાદના લાલદરવાજા વિસ્તારના એક પકોડીવાળાને તાજેતરમાં ભેળસેળના કેસો માટે રચાયેલી ખાસ કોર્ટે છ મહિનાની સજા ફટકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -