પાલડીમાં વહેલી સવારે લૂંટ ચલાવનાર લૂંટારું CCTVમાં કેદ, જાણો કેવી રીતે અપાયો હતો અંજામ?
લૂંટારુઓ અને મુકેશભાઇ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ ઝપાઝપી દરમિયાન લૂંટારુઓએ છરી કાઢી મુકેશભાઇને મારી દીધી હતી. છરી વાગતાં હાથમાંથી થેલા છૂટી ગયા હતા. આ તકનો લાભ લઈ લૂંટારુઓ બાઇક લઇ પાલડી સર્કલ તરફ નાસી ગયા હતા. આ લૂંટના ગુનાને ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સાત ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરતનપોળમાં આવેલી માધવલાલ મગનલાલ પટેલ આંગડિયા પેઢીમાં મુકેશભાઇ સોમાભાઇ પટેલ (ઉં.વ.૪પ, રહે. બલોલ ગામ) નોકરી કરે છે. આજે વહેલી સવારે ૭ વાગ્યે મુકેશભાઇ રતનપોળની ઓફિસથી બે થેલા લઇને આંગડિયાની જ બોલેરો ગાડીમાં બેસી પાલડી એસટી બસના બસસ્ટેન્ડ પર ઊતર્યા હતા. તેમને બસમાં બેસીને મહેસાણા જવાનું હતું. દરમિયાન બાઇક લઇને અગાઉથી ઊભેલા બે શખ્સોએ મુકેશભાઇ પાસે રહેલા બે થેલા છીનવ્યા હતા.
અંદાજીત 14.37 લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચાલવાઈ છે. દીવાળી સમયે કોઈ પણ અઘટિત ઘટના ન બને તેના માટે પોલીસ પ્રિ-એક્શન પ્લાન બનાવતી હોય છે. પરંતુ લૂંટારુઓ પણ પોલીસ કરતા એક સ્ટેપ આગળ હોય તેમ પોલીસના એક્શન પ્લાનના લીરે-લીરા ઉડાડી દેવામાં તત્પર છે. પાલડી વિસ્તારમાં આજે બનેલી લૂંટની ઘટનાએ શહેર પોલીસનું નાક કાપી નાખ્યું છે.
અમદાવાદઃ આજે વહેલી સવારે પાલડી બસ સ્ટેન્ડની પાસે એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 14.37 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. બાઇક પર લૂંટ કરવા આવેલા આ લૂંટારું સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. સીસીટીવીમાં આ લૂંટારુઓ સ્પષ્ટ દેખાઇ આવે છે. આ લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મીને છરી બતાવી તેની સાથે ઝપાઝપી કરી બે થેલા લઇ ફરાર થઇ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -