વિધાનસભાની ચુંટણી માટે 'ત્રીજા' પક્ષના આ રાષ્ટ્રીય નેતા ગુજરાતી બનીને ગુજરાતમાં જ રહેશે
ગાંધીનગરઃ આગામી 2017માં આવનારી ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે આ ચુંટણી પડધમમાં એનસીપીએ પણ ઝંપલાવ્યું છે. આજે એનસીપીના નેતા પ્રફુલ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી પણ હાજર રહ્યા હતા. ત્યારે પ્રફુલ પટેલ ગુજરાત એનસીપીનો ચહેરો બની શકે છે. 2017માં આવનારી વિધાનસભા ચૂંણીને લઇ એનસપીનો ગુજરાતમાં વ્યાપ વધારવા અનેક લોકોને એનસીપીમાં જોડવાની બાબતે મંથન કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં એનસીપી પોતાની અલગ ઓળખ ઊભી કરશે. રાજ્યમાં ત્રીજો વિકલ્પ ન મળ્યો હોય એનસીપી માટે રાજકીય જગ્યા મળશે. આ ઉપરાંત જૂનાગઢ કૉંગ્રેસનાં મંત્રી રમેશ ભીમણી, પંચમહાલના તખ્તસિંહ, દલિત આગેવાન મંજીભાઈ સોલંકી અને કૉંગ્રેસના અનેક આગેવાનો એનસીપીમાં જોડાયા છે.
આ પ્રસંગે અમરેલી કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ અને સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી મનહર વસાણી એનસીપીમાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિથી લોકો હેરાન છે. ગુજરાતમાં ખેડૂતોને 8 કલાક પણ વીજળી નથી મળતી. રાજ્યમાં બેકારી વધું છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થા પણ બગડી છે. કોઈ વસ્તુ સસ્તી નથી માળતી. હું હવે ગુજરાતમાં રહેવા આવીશ. 2017ની ચુંટણી માટે વિસ્તાર કરવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એનસીપી કોઈ નવી પાર્ટી નથી. 1999થી ગુજરાતમાં કાર્યરત છે. વર્તમાનમાં 2 ધારસભ્ય છે. દરેક જીલ્લામાં અને તાલુકામાં અમારું અસ્તિત્વ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -